શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં પુલવામા જિલ્લાના પમ્પોરમાં સુરક્ષાબળોની સાથે થયેલી અથડામણમાં ત્રણ આતંકી ઠાર માર્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસના મહાનિર્દેશક દિલબાગ સિંહે કહ્યું કે, સુરક્ષાબળોએ મસ્જિદમાં છુપાયેલા આતંકીઓને પણ માર્યા છે.
ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે, પમ્પોરના મીજ ગામમાં થયેલી અથડામણમાં કુલ ત્રણ આતંકવાદી માર્યા ગયા હતા. આ વિસ્તારમાં તપાસ અભિયાન શરુ છે. ગુરૂવારે મીજ ગામમાં એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદી મસ્જિદમાં છુપાયા હતા.
શોપિયાના મુનંદ વિસ્તારમાં થયેલી અથડામણમાં પાંચ આતંકીઓ માર્યા ગયા છે. તો ગુરૂવારથી સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરુ છે.
સુરક્ષાબળોએ પુલવામા અને શોપિયામાં થયેલી અથડામણમાં 24 કલાકમાં આઠ આતંકીઓનો ખાત્મો કર્યો છે. કાશ્મીરી ઘાટીમાં આતંકવાદ વિરૂદ્ધ આ મોટી સફળતા છે.
વધુમાં જણાવીએ તો પુલવામાના પમ્પોર વિસ્તારમાં મીજમાં આતંકવાદીઓની ઉપસ્થિતિની સૂચના મળ્યા બાદ ગુરૂવારે સવારે સુરક્ષાબળોએ વિસ્તારને ઘેરીને તપાસ અભિયાન શરુ કર્યું હતું. ગુરૂવારે બપોરે અથડામણમાં એક આતંકી માર્યો ગયો હતો, જ્યારે બે આતંકવાદી શરણ લેવા માટે નજીકની મસ્જિદમાં ગયા હતા.