નવી દિલ્હીઃ દેશની રાજધાનીમાં કોરોના વાઇરસના કેસોમાં દિન-પ્રતિદિન ઘટાડો થઇ રહ્યો છે. ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીમાં વધી રહેલા કોરોના વાઇરસના કેસોના કારણે દિલ્હીની જવાબદારી પોતાના હાથમાં લીધા બાદ દિલ્હીમાં કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. કેસોની સંખ્યા ઘટવાથી દિલ્હીમાં કોરોના વાઇરસ ફેલાવાનું કારણ જાણવામાં માટે સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે મુજબ 15 હજાર લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. 15-17 ઓગસ્ટ બાદ આ રિપોર્ટ આવવાની આશા છે.
આ સર્વે દરમ્યાન દિલ્હીના અલગ-અલગ વિસ્તારમાં રેન્ડમના આધારે સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલની તપાસ વિવિધ લેબોમાં કરવામાં આવશે. લેવામાં આવેલા સેમ્પલમાં 25 ટકા સેમ્પલ 18 ઉમરની નાની વયના લેવામાં આવ્યા છે. જ્યારે 18થી 40 વર્ષની ઉંમરના લોકોના 50 ટકા સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે બાકીના 40 વર્ષથી ઉપરના લોકોના 25 ટકા સેમ્પલ લેવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, સીરો સર્વેના પહેલા તબક્કામાં જૂનના છેલ્લા અઠવાડિયાથી જુલાઇના પહેલા અઠવાડીયા દરમ્પાન સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તે રિપોર્ટ પ્રમાણે ફક્ત 24 ટકા લોકોમાં એન્ટીબોડી હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ મુજબ દિલ્હીમાં 24 ટકા જનસંખ્યા સુધી કોરોના પહોચી ચૂક્યો છે. હવે જોવાનું રહ્યું કે, ત્રીજા ચરણની સર્વેનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે.