ETV Bharat / bharat

દિલ્હીમાં આજથી શાળાઓ શરુ, કોરોનાને ધ્યાનમાં રાખીને થઇ તમામ વ્યવસ્થાઓ

કોરોના સંક્રમણ હવે ધીમું પડ્યું છે અને રસીકરણની શરુઆત પણ થઈ ગઈ છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં 10 મહિના બાદ આજથી શાળાઓ ખુલી છે. તેમજ ધોરણ 10 અને 12 ના વર્ગો શરૂ થયા છે. શાળાઓમાં કોરોનાને ધ્યાનમાં રાખીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

દિલ્હીમાં આજથી શાળાઓ શરુ થઈ ગઈ
દિલ્હીમાં આજથી શાળાઓ શરુ થઈ ગઈ
author img

By

Published : Jan 18, 2021, 4:30 PM IST

  • દેશની રાજધાની દિલ્હીમાં શાળાઓ ખુલી ગઈ
  • કોરોના મહામારીમાં લાંબો સમય બંધ રહી છે શાળાઓ
  • કોરોનાથી રક્ષણની તકેદારીઓ સાથે ફરી ખુલી શાળાઓ

દિલ્હીઃ દિલ્હીમાં શાળાઓના આંગણામાં બાળકોનો શોરબકોર ફરી એકવાર ધમધમી રહ્યો છે. આગામી 10 અને 12 ની વર્ગની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે આ વર્ગના બાળકો માટે શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો છે. પૂર્વ દિલ્હીના પશ્ચિમ વિનોદનગર સ્થિત રાજ્ય સર્વોદય કન્યા વિદ્યાલયમાં 10 અને 12ની વિદ્યાર્થિનીઓ સહિત કુલ 900 બાળકો છે. આચાર્યા મંજુ શામીએ જણાવ્યું હતું કે કોરોનાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.

સેનેટાઈઝર થર્મલ સ્કેનિંગ જરુરી

શાળાના પ્રવેશદ્વાર પર સેનિટાઇઝર અને થર્મલ સ્ક્રિનિંગની સિસ્ટમ છે. પ્રવેશ સમયે જ શાળા તરફથી વિદ્યાર્થીઓને માસ્ક પણ આપવામાં આવી રહ્યાં છે. આચાર્યા મંજુ શામીએ જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં છાત્રાઓને ધ્યાનમાં રાખીને, 12માંના વર્ગને સવારે સાડા સાત વાગ્યે બોલાવવામાં આવ્યો છે, જ્યારે દસમાના વિદ્યાર્થીઓના આગમનનો સમય સવારે આઠ વાગ્યે છે. આજે પ્રથમ દિવસે પ્રાર્થનાખંડ દરમિયાન આચાર્યાએ તમામ વિદ્યાર્થિનીઓને કોરોના રોકવા માટે જરૂરી નિયમો અને પગલાં જણાવ્યાં હતાં.

એક ક્લાસમાં 15ની બેઠક વ્યવસ્થા

એસેમ્બલીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તાળીઓ પાડીને ફરી શાળાના પ્રારંભનું સ્વાગત કર્યું હતું. આચાર્યાએ જણાવ્યું હતું કે તમામ વિદ્યાર્થિનીઓને માતાપિતાની સંમતિ પછી જ બોલાવવામાં આવી છે અને તેમની સલામતીને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ગમાં ફક્ત 15 વિદ્યાર્થીઓ બેસી શકે છે, જેથી સામાજિક અંતર રહે. અહીં એક મેડિકલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓને કોઈ પણ તકલીફ હોય તો તબીબી રાહત મળી શકે.

વિદ્યાર્થીઓ ખુશખુશાલ

વિદ્યાર્થીઓ પણ અહીંની શાળામાં કોરોનાને ધ્યાનમાં રાખીને ગોઠવવામાં આવેલી સિસ્ટમથી સંતુષ્ટ જોવા મળ્યાં હતાં. 12માં ધોરણની વિદ્યાર્થિની શિવાનીએ જણાવ્યું હતું કે મેં સ્કૂલ ખોલવાની રાહ જોઈ હતી. પરંતુ વર્ગમાં માસ્ક અને ગ્લોવ્ઝ સાથે બેસવું એ એક અલગ અનુભવ છે. તો હિનાએ કહ્યું કે આવતી પરીક્ષાને ધ્યાનમાં રાખીને વર્ગો જરૂરી હતા, ઓનલાઇન વર્ગોમાં ઘણી સમસ્યાઓ થતી હતી. વિદ્યાર્થિનીઓ ખુશ હતી તો તેમના શિક્ષિકા રેખા રાની પણ 10 મહિના બાદ બાળકોને પોતાની સાથે જોઇને આનંદિત જણાતાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.