ચીફ જસ્સિટ શરદ અરવિંદ બોબડ, જસ્ટિસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચ નાગરિકતા સુધારા કાયદા (CAA) પર બુધવારે સુનાવણી કરશે.
ઉલ્લેખનીય છે ક, CAB નાગરિકતા સુધારા બિલ લોકસભા બાદ રાજ્યસભામાં પણ CABને પસાર કરવામાં આવ્યું હતું. જે બાદ આ બિલ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ નાગરિકતા સુધારા કાયદો બની ગયું છે.
સમગ્ર દેશમાં કેટલાક વિસ્તારમાં નાગરિકતા સુધારા કાયદોનો વિરોધ થઇ રહ્યો છે. તો કટેલાક વિસ્તારોમાં સમર્થન પણ મળી રહ્યું છે. ભાજપ CAA પર જન જાગૃત્તિ અભિયાન ચલાવી રહ્યું છે. આ અભિયાન ભારત દેશભરમાં કરી રહ્યું છે.
નાગરિકતા સુધારો અધિનિયમ (CAA), રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) અને રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (NPR)ને લઈને દેશમાં હોબાળો છે. લોકો તેનો વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ભાજપ આ મુદ્દાઓ પર દેશભરમાં જન જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે. આ અભિયાન હેઠળ ભાજપ ડોર ટૂ ડોર પ્રચાર કરશે.