લગભગ 24 કલાકથી ચાલી રહેલી સંતાકુકડી બાદ હાલમાં પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ મીડિયા સમક્ષ હાજર થવા માટે દિલ્હીના કોંગ્રેસ કાર્યાલય ખાતે આવ્યા છે. હાલમાં જ તેમણે મીડિયાને સંબોધન કરી રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં સીબીઆઈની ટીમ કોંગ્રેસ કાર્યાલયે જવા રવાના થઈ ગઈ છે.
પી. ચિદમ્બરમના આગોતરા જામીનની અરજી પર સુપ્રિમ કૉર્ટે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પર અંતિમ નિર્ણયનો હવાલો સોંપાયો છે. CBIએ મંગળવારે મોડી રાત્રે પૂર્વ નાણાંપ્રધાન પી.ચિદંમ્બરમના ઘરે દરોડા પાડ્યા હતા. CBIએ ચિંદબરમની ધરપકડ કરવા ગઈ હોવાનું મનાતું હતું. કોંગ્રેસના દિગ્ગજ નેતા પિ. ચિદંબરમ માટે મંગળવારની રાત મુશ્કેલ રહી હતી. દિલ્હી હાઈકૉર્ટે તેમના આગોતરા જામીની અરજી રદ્દ કરી છે અને હવે જેલ કે પછી જામીન તેનો નિર્ણય સુપ્રીમ કૉર્ટ સુધી પહોંચ્યો છે. જેની આજે સુનાવણી થશે.
આઈનેક્સ મીડિયાની કેસમાં ધરપકડથી બચવા માટે ચિદમ્બરમે દિલ્હી હાઈકૉર્ટમાં આગોતરના જામીન અરજી દાખલ કરી હતી. પરંતુ, અદાલતે તેમની અરજી નામંજૂર કરી હતી. બાદમાં CBIએ ચિંદમ્બરમને 2 કલાકમાં હાજર થવા નોટીશ જાહેર કરી હતી. ન્યાયાધીશ સુનીલ ગૌડે કહ્યું કે આ બાબતે અદાલત સમક્ષ પુરાવા રજૂ કરવામાં આવ્યાં છે. જેમાં પ્રથમ દ્રષ્ટિએ અરજદાર આ ઘટનામાં પ્રથમ ગુનેગાર છે. હાઈકૉર્ટે કહ્યું કે ચિંદમ્બરમ પૂર્વ નાણાંપ્રાધન અને હાલના સાંસદ છે. પરંતુ, જરૂરી નથી કે મહત્વના પદ પર બેસીને ભૂલ ન કરી શકાય. તેથી અરજદારની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરી શકાય છે. હાઈકૉર્ટના નિર્ણય બાદ ચિદમ્બરમ પાસે ફક્ત સુપ્રીમ કૉર્ટનો રસ્તો જ ખુલ્લો છે.
તેમણે સર્વોચ્ચ ન્યાયાલયને દ્વારે પહોંચી તાત્કાલિક સુનાવણીની માંગણી કરી છે. જ્યાં બુધવારે વહેલી સવારે સુનાવણી હાથ ધરાશે. ચિદમ્બરમ નાણાપ્રધાન પદ પર રહેતા સમયે કરોડો રૂપિયાનું વિદેશી ફંડ મેળવવા આઈએનએક્સ મીડિયા ગ્રુપને એફઆઈપીબીની મંજૂરી આપવામાં અનિયમિતતા હતી. વધુમાં જણાવી દઇએ કે EDએ મની લોંડરીંગને લઇને પણ કેસ દાખલ કર્યો હતો.
સુત્રોના જણાવ્યાં અનુસાર CBIની ટીમ પી. ચિદમ્બરમના ઘરે આજે સવારથી જ પહોંચી ગઇ છે.