નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે 1984ના શીખ વિરોધી રમખાણ કેસમાં આજીવન સજા ભોગવનારા કોંગ્રેસના પૂર્વ નેતા સજ્જન કુમારને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો છે અને કહ્યું કે, ઉનાળાની રજાઓમાં તેમની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.
મુખ્ય જજ એસ.એ.બોબડે, જજ બી.આર.ગવઈ અને જજ સૂર્ય કાન્તની બેન્ચે શુક્રવારે એ પણ કહ્યું કે, તે સબરીમાલા સંદર્ભ કેસમાં સુનાવણી પૂર્ણ કર્યા બાદ કુમારના સ્વાસ્થ્ય અંગેના એમ્સના આરોગ્ય રિપોર્ટ પર ચર્ચા કરશે.
કુમારને દિલ્હી સુપ્રીમ કોર્ટે 17 ડિસેમ્બર 2018ના રોજ આજીવન કેદની સજા ફટકારી હતી.
1-2 નવેમ્બર 1984ના રોજ દિલ્હી છાવનીના રાજ નગર પાર્ટ-1 વિસ્તારમાં 5 શીખોની હત્યા અને ગુરૂદ્વારાને સળગાવવાના કેસમાં તેમને સજા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 31 ઓક્ટોમ્બર 1984ના રોજ 2 શીખ બૉડિગાર્ડ દ્વારા તાત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ શીખ વિરોધી રમખાણો શરૂ થયાં હતા..