ETV Bharat / bharat

લોકડાઉન દરમિયાન 'વન નેશન - વન રેશનકાર્ડ' યોજના અપનાવવાનું વિચાર કરે કેન્દ્ર: કોર્ટ

ન્યાયમૂર્તિ એન.વી. રમણ, ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને ન્યાયાધીશ બી.આર. ગવાઈની ખંડપીઠે સોમવારે પસાર કરેલા તેમના આદેશમાં કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે કેન્દ્ર સરકાર આ સમયે યોજનાના અમલીકરણની શક્યતા પર વિચાર કરે અને સંજોગોને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લે. "

વન નેશન વન રેશનકાર્ડ
વન નેશન વન રેશનકાર્ડ
author img

By

Published : Apr 28, 2020, 7:37 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેન્દ્રને એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ યોજના અપનાવવાની સંભાવના પર વિચારણા કરવા જણાવ્યું છે જેથી કોરોના વાઇરસ રોગચાળાને કારણે દેશમાં લૉકડાઉન દરિયાન સ્થળાંતર કરાયેલા કામદારો અને આર્થિક રીતે નબળા વર્ગના સભ્યોને લાગુ કરવામાં આવે.

કેન્દ્ર સરકારની આ યોજના આ વર્ષે જૂનમાં શરૂ થવા જઈ રહી છે. ન્યાયમૂર્તિ એન.વી. રમણ, ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને ન્યાયાધીશ બી.આર. ગવાઈની ખંડપીઠે સોમવારે પસાર કરેલા તેમના આદેશમાં કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે કેન્દ્ર સરકાર આ સમયે યોજનાના અમલીકરણની શક્યતા પર વિચાર કરે અને સંજોગોને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લે."

અદાલતે એડવોકેટ રિપક કંસલની અરજીનો નિકાલ પણ કર્યો હતો. કંસલે દેશવ્યાપી લોકડાઉનને કારણે જુદા જુદા સ્થળોએ ફસાયેલા કામદારો અને અન્ય નાગરિકોના લાભાર્થે યોજના શરૂ કરવાની વિનંતી કરી હતી.

અરજીમાં અરજકર્તાએ કોર્ટને કોરોના વાઇરસ રોગચાળા દરમિયાન સ્થળાંતર કામદારો, લાભાર્થીઓ, રાજ્યોના રહેવાસીઓ અને પર્યટકોના હિતો માટે અને તેમને સબસિડીવાળા અનાજ અને સરકારી યોજનાઓનો લાભ આપવા માટે અસ્થાયી રૂપે વન નેશન વન રેશનકાર્ડ યોજના અપનાવવા જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.