જયપુરઃ યુપી સરકાર અને પ્રિયંકા ગાંધી વચ્ચે ચાલી રહેલી બસ પોલિટિક્સ વચ્ચે રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલોટનું મોટું નિવેદન આવ્યું છે. પાઇલટે યુપી સરકાર દ્વારા બસના રજિસ્ટ્રેશન નંબર અંગે લગાવવામાં આવેલા આક્ષેપોને ફગાવી દીધા હતા. મીડિયા કર્મચારીઓને અલવર ભરતપુર બોર્ડર પર જવા અને બસ અને તેમના નંબર તપાસવા જણાવ્યું હતું.
જયપુરમાં એક કાર્યક્રમમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન સચિન પાયલોટે યુપી સરકારને કહ્યું હતું કે, ભાજપ અને યુપી સરકાર રાજનીતિ કરવાનું બંધ કરે. હાલમાં બધી બસો સીમા પર ઉભી છે અને તેને 2 દિવસ થયા છે. પાયલોટ મુજબ, અમે જરૂરિયાત મુજબ બસો દ્વારા પરપ્રાંતિયોને હરિયાણા, પંજાબ અને ઉત્તરપ્રદેશ મોકલી રહ્યાં છીએ. પરંતુ કેટલાક રાજ્યોની સરકારો જાણી જોઈને પરવાનગી આપતી નથી.
પાયલોટ મુજબ હાલના સમયમાં દરેક વ્યક્તિએ માનવતા દાખવવી જોઈએ. આજે પાર્ટીની વિચારધારાથી આગળ એકબીજાને મદદ કરવી જોઈએ. પરંતુ તે ખૂબ જ દુઃખદ છે કે, યુપીની સરકાર અને કેન્દ્ર સરકાર પણ આ મુદ્દે રાજનીતિ કરી રહી છે.