વિદેશપ્રધાન એસ. જયશંકરે કહ્યું કે, ચીન સાથે 1962ના યુદ્ધે ભારતને વૈશ્વિક કક્ષાએ ખૂબ નુકશાન પહોંચાડ્યું હતું. તેમણે કાર્યક્રમના સંબોધનમાં કહ્યું કે, 1972ના શિમલા કરારનું પરિણામ આવ્યું કે, બદલાની આગમાં સળગતા પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં અડચણો ઉભી કરવાનું શરૂ કર્યું.
જયશંકરે પોતાના સંબોધનમાં વિભિન્ન મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો, જેમાં છેલ્લા કેટલાક દશકાઓમાં ભારતના અન્ય દેશો સાથેના સંબંધનું વિશ્વલેષ્ણ રજૂ કર્યુ. જો આજે દુનિયા બદલાઈ ગઈ છે તો આપણે તે અનુસાર વિચારવા, વાત કરવા અને સંબંધ કેળવવાની જરૂર છે. પીછેહઠ કરવાથી મદદ મળે તેવી શક્યતાઓ નથી. રાષ્ટ્રીય હિતોનું ઉદેશ્યપૂર્ણ અનુસરણ, વૈશ્વિક ગતિને બદલી રહ્યું છે.
જયશંકરે આંતકવાદ સામે લડવાના ભારતના લક્ષ્યને ટાંકીને કહ્યું કે, મુંબઈ આતંકવાદી હુમલામાં જવાબી કાર્યવાહીની ખોટ ઉરી અને પુલવામાં હુમલા બાદની કાર્યવાહીમાં પૂરવામાં આવી. ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી અંગે કહ્યું કે ખોટા કરાર કરવા તેના કરતા ન કરવા એ સારૂં.