મિખાઇલ મિશુસ્ટીન રશિયાની ટેક્સ સેવાના વડા છે. ક્રેમલિન નીચલા ગૃહમાં પ્રામાણિક મત મેળવતા પહેલા તેમણે રાજ્ય ડ્યૂમામાં વિવિધ જૂથોના સાંસદો સાથે મુલાકાત કરી હતી. મિશુસ્ટીને સામાજિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને જીવન સ્તરમાં સુધારો કરવાનું વચન આપ્યું છે.
મિશુસ્ટીને કહ્યું, પ્રમુખ દ્વારા નિર્ધારિત લક્ષ્યોને પહોંચી વળવા અમારી પાસે તમામ જરૂરી સંસાધનો છે. પ્રમુખ ઈચ્છે છે કે, કેબિનેટ આર્થિક વિકાસને વેગ આપે અને નવી રોજગારી ઉભી કરવામાં મદદ કરે તેમજ વાસ્તવિક આવક વધારવીએ સરકાર માટે પ્રાથમિકતા છે.
પ્રમુખ વ્લાદિમીર પુતિન દ્વારા અનેક બંધારણીય સુધારાની ઘોષણા કર્યા બાદ વડાપ્રધાનના પદ પરથી દિમિત્રી મેદવેદેવે રાજીનામું આપ્યું હતું.
આ બંધારણીય સુધારાઓનો હેતુ એક એવુ પદ તૈયાર કરવાનો છે કે, જેના દ્વારા વ્લાદિમીર પુતિન પ્રમુખની મુદત પૂરી થયા બાદ પણ રશિયામાં મહત્વપૂર્ણ પદ સંભાળી શકશે.
વડા પ્રધાન દિમિત્રી મેદવેદેવે ટિપ્પણી કરતા કહ્યું કે, તેઓ તેમના નેતા દ્વારા સરકારમાં પ્રસ્તાવિત પરિવર્તનના પ્રકાશમાં રાજીનામું આપી રહ્યા છે.