જયપુર: કોરોના વાઈરસ પોઝિટીવ દર્દીઓનો ઈલાજ જયપુરના સવાઈ માનસિંહ (SMS)હોસ્પિટલમાં થઈ રહ્યો છે. SMS હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ માટે રોબૉટનો સફળતાપૂર્વક પ્રયોગ કરવામાં આવ્યો છે. કોરોના વાઈરસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આઈસોલેશન વોર્ડમાં રોબૉટ દ્વારા દવાઓ અને જમવાનું મોકલવામાં આવે છે. રોબૉટનો ઉપયોગ કરવાથી ડૉકટર અને નર્સિંગ સ્ટાફને ચેપ લાગવાની શક્યતા લગભગ નહિવત થઈ જાય છે. રોબૉટ દર્દી સુધી ચા લઈને જાય છે અને કહે છે, "નમસ્કાર, SMS હોસ્પિટલ તરફથી મને તમારી સેવા કરવાનો મોકો મળ્યો, ધન્યવાદ". આ રોબૉટને જયપુરના યુવા રોબોટિક્સ નિષ્ણાત ભુવનેશ્વર મિશ્રાએ બનાવ્યો છે. આ રોબોર્ટનું નામ "સોના 2.5" છે. કોરોના દર્દી માટે હોસ્પિટલમાં 3 રોબૉટ કાર્યરત છે. આ રોબૉટને મેક ઈન ઈન્ડિયા હેઠળ જયપુરમાં જ બનાવવામાં આવ્યા છે.
"સોના 2.5" રોબૉટ કરે છે કોરોના પોઝિટીવ દર્દીઓની સેવા - sona 2.5 robot sms hospital
સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાઈ છે. દુનિયાના લગભગ 190 દેશો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ભારતમાં કોરોના પોઝિટીવ કેસનો આંકડો 900 પાર કરી ગયો છે અને 19 લોકોના મોત થયાં છે. રાજસ્થાનમાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 54 થઈ ગઈ છે. જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો ઈલાજ રોબૉટ દ્વારા કરવામાં આવે છે. આ રોબૉટ કોરોના દર્દીઓને દવાઓ અને જમવાનું પહોંચાડે છે.