પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, અમુક શ્રદ્ધાળુઓ પંઢપરુરથી એક ખાનગી વાહનમાં જઇ રહ્યા હતા. તેમનું વાહન એક ટેક્ટર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
આ ઘટના 355 કિમી દૂર સંગોલા તાલુકાના મંજરી ગામના પંઢરપુર માર્ગ પર સર્જાયો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, પાંચ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા તો અન્ય 3ને ઇજા પહોંચી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક સોલાપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અધિકારીએ જણાવ્યું કે, શ્રદ્ધાળુ પંઢરપુરમાં ભગવાન વિઠ્ઠલના મંદિરમાં દર્શન કરી પરત કર્ણાટકના બેલગામ જઇ રહ્યા હતા.