ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશના જૌનપુરમાં પિકઅપ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત, 6ના મોત - accident news

ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના જલાલપુર નજીક મંગળવારે સવારે માર્ગ અકસ્માતમાં 6 લોકોનાં મોત થયાં હતાં. જેમાં પાંચ લોકોના મોત ઘટના સ્થળે જ થયાં હતા અને બાકીના છઠ્ઠા વ્યક્તિનું મૃત્યું હોસ્પિટલ લઈ જતાં સમયે થયું હતું.

jaunpur
jaunpur
author img

By

Published : Feb 9, 2021, 8:44 AM IST

  • જૌનપુરમાં ટ્રક અને પિકઅપની સામ-સામે ટક્કર
  • પિકઅપમાં બેઠેલા તમામ લોકો અંતિમ સંસ્કાર કરીને વારાણસીથી જૌનપુર તેમના ઘરે જઈ રહ્યા હતા
  • પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ

જૌનપુર જિલ્લાના જલાલપુર પોલીસ સ્ટેશન અંતર્ગત મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે એક માર્ગ અકસ્માતમાં 6 લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માત ત્રિલોચન બજાર પાસે થયો હતો. મળતી માહિતી અનુસાર, ટ્રક અને પિકઅપ વાન સામ-સામે ટકરાયા હતા. પિકઅપ વાનમાં બેઠેલા તમામ લોકો અંતિમ સંસ્કાર કરીને વારાણસીથી જૌનપુર તેમના ઘરે જઈ રહ્યા હતા.

ઉત્તર પ્રદેશના જૌનપુરમાં પિકઅપ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત, 6ના મોત

પિકઅપ વાન અને ટ્રકની ટક્કરમાં 6ના મોત

અકસ્માતની ટક્કર એટલી જોરદાર હતી કે ઘટના સ્થળે જ 5 લોકોનાં મોત થયાં હતાં. ઉચ્ચ પોલીસ અધિક્ષક સંજય કુમારે જણાવ્યું કે, આ અકસ્માતમાં કુલ 6 લોકોનાં મોત થયાં છે. પાંચ લોકોના મોત ઘટના સ્થળે થયા હતા જ્યારે છઠ્ઠા વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું. પોલીસે તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.