ઉત્તરપ્રદેશ : ઉત્તરપ્રદેશના દેવરિયામાં બોલેરો, બાઈક અને સ્કૂટીની ટક્કરમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યકતિ ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
જાણવામાં આવી રહ્યું છે કે, બોલેરો, બાઈક અને સ્કૂટી સામ-સામે અથડાઈ હતી. જેમાં 5 લોકોના મોત થયા છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલાએ ઇજાગ્નેરસ્તોને વાહનોમાંથી બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ગંભીર અક્સમાત સોમવાર રાત્રે લાર-સલેમપુર રસ્તા પર સર્જાયો હતો.
મૃતકો દેવરિયા અને ગોરખપુરના રહેવાસી હતા. અક્સમાત કઈ રીતે સર્જાયો એ હજુ સપષ્ટ થયું નથી. પોલીસ અધિકારી શ્રીપકિ મિશ્રએ જણાવ્યું કે, સલેમપુરના મઝવલિયા પર બોલેરો બાઈક અને સ્કૂટી વચ્ચે ગંભીર અક્સમાત સર્જાયો હતો. જેમાં 5 લોકોના મોત થયા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડવામાં આવ્યા છે.