આ સેવા અત્યારે દિલ્હી, બેંગાલુરુ, મુંબઇ, ચેન્નઇ અને પૂણે એ પાંચ શહેરોમાં કાર્યરત છે, તેમ કંપનીએ તેની યાદીમાં જણાવ્યું હતું.
![રેવ હેલ્થકેર વર્કર્સને વિના મૂલ્યે 1000 કાર ઓફર કરશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/revv_cars_0404newsroom_1586015714_131.jpg)
આ પ્રત્યેક શહેરમાં, રેવ તેની કાર્સ વર્તમાન સમયમાં હોસ્પિટલ પર ફરજ બજાવવામાં વ્યસ્ત હેલ્થકેર વર્કર્સને સુસંગત આઇડી પ્રૂફ બતાવવા પર વિના મૂલ્યે પૂરી પાડશે.
રેવએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં તે તેની 1,000 કરતાં વધુ કારને આ કાર્ય માટે ઉપયોગમાં લેશે અને જરૂરિયાત વધે, તેમ વધુ કાર ઉમેરશે.
મેકિન્ઝીના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ્ઝ અનુપમ અગરવાલ અને કરણ જૈન દ્વારા સ્થાપવામાં આવેલી રેવનો પ્રારંભ દિલ્હીથી થયો હતો.
"કોવિડ-૧૯ના રોગચાળાની સ્થિતિમાં અગ્રેસર રહીને લડત આપી રહેલા હેલ્થકેર વર્કર્સ આપણા સાચા હિરો છે અને તે પૈકીના ઘણાં લોકો જાહેર પરિવહનની ઉપલબ્ધતા ન હોવાને કારણે અવર-જવરમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અમારા દ્વારા તેમના માટેનું આ એક નાનું યોગદાન છે," તેમ સહ-સ્થાપકોએ જણાવ્યું હતું.
"આ કાર્યને આગળ ધપાવવામાં મદદરૂપ થવા માટે અમે પાર્ટનર્સને આમંત્રણ પાઠવી રહ્યાં છીએ. જેમકે, બેંગાલુરુમાં અમે હેલ્થકેર વર્કર્સમાં આ કારનું વિતરણ કરવાની સુવિધા પૂરી પાડવા માટે 12,000ના મજબૂત નાગરિક સ્વયંસેવક જૂથ સાથે ભાગીદારી કરી રહ્યાં છીએ," તેમ તેમણે ઉમેર્યું હતું.
રેવ આ સેવા જ્યાં પૂરી પાડી રહી છે, તે પાંચેય શહેરોમાં હેલ્થકેર વર્કર્સ બુકિંગ કરવા માટે 9250035555 પર કંપનીનો સંપર્ક સાધી શકે છે, તેમ જણાવતાં કંપનીએ ઉમેર્યું હતું કે, રેવ તેની વેબસાઇટ અને એપ્લિકેશન્સમાં પણ ટૂંક સમયમાં આ સર્વિસનો ઉમેરો કરશે.
બુકિંગ કર્યા બાદ હેલ્થકેર વર્કર રેવના ડિલીવરી સેન્ટર્સ પરથી કાર લઇ જઇ શકે છે અને વિના મૂલ્યે તેનો ઉપયોગ કરી શકે છે. પરંતુ તે માટે તેમણે રૂપિયા 2500ની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવાની રહેશે, જે સંપૂર્ણપણે રિફન્ડેબલ છે.
યુઝરે બુકિંગ કરાવતી વખતે તેના કાર્યના પુરાવા (જેમ કે, હોસ્પિટલનું આઇડી કાર્ડ)ની એક કોપી રેવને આપવાની રહેશે.
તમામ કારની સોંપણી કરતાં પહેલાં તેમને સેનિટાઇઝ કરવામાં આવશે.
રેવ હ્યુન્ડાઇને તેના વ્યૂહાત્મક રોકાણકાર ગણાવે છે અને હ્યુન્ડાઇ તથા એમ એન્ડ એમને તેના સબસ્ક્રિપ્શન પાર્ટનર્સ ગણાવે છે.