કૃષ્ણનગર : પશ્ચિમ બંગાળના 2 જિલ્લા શણની ખેતી માટે જાણીતા છે. અહીં શણ ઉત્પાદન સાથે જોડાયેલા ખેડૂતોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેમની સમસ્યાઓના નિવારણ માટે કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના શણ વિભાગની મારફતે જરૂરી સહાય પણ કરી છે. શણ ઉત્પાદનો અને તેના ઉત્પાદકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કાયદામાં ભલામણ અને સુધારાની જરૂર છે.
આ અહેવાલનો હેતુ શણ ઉત્પાદન માટે પુરતા પ્રમાણમાં પાણી ઉપ્લ્બધ કરાવાનો છે અને તેના થકી મોટા પાયે શણના ઉત્પાદનની અપેક્ષા છે. શણ માટે અનેક જાતના બીજ પણ વિકસિત કરાયા છે. શણ ઉદ્યોગને સંદર્ભે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રોત્સાહિત કાર્યો બાદ તેની સાથે જોડાયેલા ખેડૂતોને આશા છે કે શણના ઉત્પાદનોની માગ વધશે. સાથે જ વાવેતરમાં પણ વધારો થશે.
પ્લાસ્ટિક ઉત્પાદનના ક્ષેત્રમાં લાખો કરોડો લોકો જોડાયેલા છે. જેમની રોજગારી છીનવાઈ જવાના ડરથી કેન્દ્ર સરકાર તેને અંકુશમાં લેતા ખચકાટ અનુભવી રહી છે. પરંતુ જો પ્લાસ્ટિકની પેદાશમાં ઘટાડો કરવો હશે, તો શણ જેવા વૈકલ્પિક ઉત્પાદનોને વધારેને વધારે પ્રોત્સાહન આપવું જરૂરી બની રહેશે.