ETV Bharat / bharat

ગ્રામીણ અર્થતંત્રને પુનઃજીવિત કરવું એ આર્થિક વિકાસની ચાવી છે- ડૉ. મહેન્દ્ર બાબુ કુરુવા

૩૧ ઑક્ટોબર ૨૦૧૯ના રોજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રૉનિક મિડિયામાં ભારતનો સેન્સૅક્સ ૪૦,૩૯૨ની સપાટીએ એક તબક્કે પહોંચીને આજીવન સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયાનો આનંદ હતો. મૂડીરોકાણકારો માટે તે ઉજવવાની ક્ષણ હતી પરંતુ અર્થતંત્રની બીજી બાજુ જે પણ ધ્યાન માગે છે, તે પણ જોવી પણ અગત્યનું છે. જોકે મુખ્ય પ્રવાહનાં માધ્યમો બજારમાં તેજીને ઉજવવાના ઉન્માદમાં આ અગત્યનું પાસું ભૂલી ગયા હતા. ૩૦ ઑક્ટોબર ૨૦૧૯ના રોજ, ભારતના અગ્રણી ધિરાણ સેવા સમૂહો પૈકીનું એક જેએમ ફાઇનાન્શિયલે એક અહેવાલ ભારતનાં ૧૩ રાજ્યોમાં તેણે હાથ ધરેલાં સંશોધનના આધારે જાહેર કર્યો હતો. તેમાં જણાયું કે ખાદ્ય સામગ્રીની ઓછી કિંમતોના કારણે દેશમાં કૃષિ આવકમાં વૃદ્ધિને પ્રતિકૂળ અસર થઈ છે અને તે આવનારા સમયમાં ખેડૂતોની આવક બમણી કરવાના કામને અઘરું બનાવી દેશે. આ અહેવાલના થોડા દિવસ પહેલાં, એવું જણાયું કે દેશના ઝડપથી બદલાતા ગ્રાહક માલ (એફએમસીજી) બજારમાં સપ્ટેમ્બર ત્રિમાસમાં ઘટાડો થયો છે કારણકે ગ્રામીણ ભારતમાં કદ વૃદ્ધિ એક વર્ષ પહેલાં ૧૬ ટકા હતી તે ઘટીને માત્ર બે ટકા થઈ છે. છેલ્લાં સાત વર્ષમાં પહેલી વાર એફએમસીજીનો ગ્રામીણ વિકાસ શહેરી વિકાસ કરતાં ઘટી ગયો.

Revitalizing the rural economy is the key to economic development - Dr. Mahendra Babu Kuruva

author img

By

Published : Feb 20, 2020, 11:46 PM IST

સમાચાર ચીજોના આ બે ટુકડા જેને જો સાથે જોઈએ તો દેશના ગ્રામીણ અર્થતંત્રની વર્તમાન સ્થિતિ વિશે પૂરો દૃષ્ટિકોણ આપે છે અને ખરાબ સ્થતિને નજર સામે લાવે છે. પહેલું પાસું ગ્રામીણ અર્થતંત્ર વિશે ચેતવણીની નોંધ પૂરી પાડે છે જ્યારે બીજું પાસું પહેલેથી ઘટેલી રહેલી ગ્રામીણ માગને નજર સામે લાવે છએ જેને ગ્રામીણ અર્થતંત્ર અને ગ્રામીણ વિકાસ સાથે સીધો સંબંધ છે. સમયના આ તબક્કે આ ખૂબ જ ઉચિત બની જાય છે, કારણકે દેશ આર્થિક સુસ્તીનો સામનો કરી રહ્યો છે અને જ્યારે પણ તે આ સ્થિતનો સામનો કરે છે ત્યારે ગ્રામીણ અર્થતંત્ર જ તેને બચાવવા આવે છે. તે વધુ ખર્ચીને બેઠા થવામાં મદદ કરે છે. હકીકતે છેલ્લાં દસ વર્ષમાં દેશમાં બ્રાન્ડેડ દૈનિક જરૂરિયાતોનું વેચાણ, ગ્રામીણ ભારત જ્યાં દેશની ૮૦ કરોડ જેટલી વસતિ રહે છે અને દેશમાં એફએમસીજીના કુલ વેચાણના ૩૬ ટકા વેચાણ થાય છે તેના પર જ ટકેલું હતું. આ ગ્રામીણ માગ અને દેશના એકંદર આર્થિક વિકાસમાં તેના પ્રદાનનું મહત્ત્વ દર્શાવે છે. આ સંદર્ભમાં ભારતમાં ગ્રામીણ વિકાસનાં પરિમાણો અને ગ્રામીણ વિકાસ કેમ ઘટી રહ્યો છે તેનાં કારણો સમજવા અને આગળનો માર્ગ શોધવો ઉચિત છે.

ગ્રામીણ વિકાસના ઘટાડા પાછળનું કારણ કયું છે?

ભારતમાં ગ્રામીણ વિકાસ અનેક કારણોના લીધે ઘટ્યો છે. આ કારણો એકબીજા સાથે સંકળાયેલાં છે. પહેલું કારણ, વાસ્તવિક ગ્રામીણ પગારમાં વધારામાં ઘટાડાનું વલણ છે. આ ઉપરાંત, ગત વર્ષોમાં ગ્રામીણ આવકમાં સ્થિરતા આવી ગઈ છે અને ગ્રામીણ ક્ષેત્રોમાં નોકરીઓનો અભાવ જોવા મળે છે અને અચોક્કસ વરસાદના વિતરણે સ્થિતિને બગાડી છે. તેના કારણે ગ્રામણ આવકમાં વધુ ઘટાડો થયો છે. આવકમાં ઘટાડાના કારણે વપરાશમાં ઘટાડો થયો છે અને તેના કારણે માગ ઘટી છે.

પૂરવઠાની બાજુએ, ગ્રામીણ વિસ્તારોમાં રોકડની અછતનો વેપારીઓ અને ખેડૂતો સામનો કરી રહ્યા છે. ભારતીય રિઝર્વ બૅન્કે નીતિ દરો પૂરતા ઘટાડ્યા છે, પરંતુ નીચા ધિરાણના દરો બૅન્કોએ જનતાને હસ્તાંતરિત નથી કર્યા, જેના કારણે વિકાસની સંભાવનો ઘટી ગઈ છે. દા.ત. દેશની બૅન્કોની ધિરાણ વૃદ્ધિ ૮.૮ ટકા છે જે છેલ્લાં બે વર્ષમાં સૌથી નીચી છે. બૅન્કિંગ ઇત્તર ધિરાણ કંપનીઓ (એનબીએફસી) પણ ગ્રામીણ વિસ્તારો અને અનૌપચારિક ક્ષેત્રમાં, ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ (આઈએલએન્ડએફએસ)ના ધબડકા પછી ધિરાણ આપવામાં ખૂબ જ સાવધાની રાખે છે. આ ઘટનાક્રમોએ ખેડૂતો, પેઢીઓ અને વેપારીઓના રોકડ પ્રવાહ પર ગંભીર અસર સર્જી છે. સામાન્ય રીતે, ગ્રામીણ વિસ્તારો શહેરી વિસ્તારોની સાપેક્ષે આવા સંજોગોમાં વધુ અસર પામે છે. જ્યારે શહેરી બજારોને અનેક માધ્યમો દ્વારા ભંડોળમાં વધુ પહોંચ હોય છે, જ્યારે ગ્રામીણ બજારો તેમના વેપારને વિસ્તારવા ભંડોળ સુધી પહોંચ અને પ્રાપ્યતાની રીતે મર્યાદિત હોય છે. તેણે ગ્રામીણ બજારો પર નિરાશાજનક દબાણ ઊભું કર્યું છે. વધુમાં માગ પણ ઘટી છે. પરિણામે, દેશ છેલ્લાં સાત વર્ષમાં શહેરી બજારની સરખામણીએ પહેલી વાર ગ્રામીણ બજારનું ધીમું વિસ્તરણ અને વિકાસ અનુભવી રહ્યો છે.

ગ્રામીણ વિકાસને ફરી જીવતો કરવો:

જ્યારે ગ્રામીણ વિકાસના મુદ્દાને હલ કરવાની વાત આવે છે ત્યારે ચોક્કસ જ કૃષિ સંબંધિત મુદ્દાઓને હલ કરવાનો મુદ્દો ઊઠે જ છે. એનું કારણ એ છે કે દેશની વસતિના ૬૧ ટકા વસતિ ગ્રામીણ છે અને દેશના કાર્યદળ પૈકી ૫૦ ટકા કૃષિ અને તેને સંબંધિત પ્રવૃત્તિઓ પર નભે છે. આમ, ગ્રામીણ વિકાસની સમસ્યાનો હલ કૃષિ સંબંધિત મુદ્દાઓ પર નભે છે. આ રીતે, ગ્રામીણ વિકાસની સમસ્યાનો હલ કૃષિ સંબંધિત મુદ્દાઓના હલમાં રહેલો છે. ગ્રામીણ વિકાસને પુન: બેઠો કરવાના પડકારને દૂર કરવા, આપણે પૂરવઠા અને માગણી એમ બંને બાજુઓના મુદ્દાઓને ઉકેલવા પર પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. પૂરવઠા પક્ષે, એ સરકારનો વિશેષાદિકર છે કે ગ્રામીણ ભારતને- વેપાર અને કૃષિ એમ બંને હેતુઓ માટે ઓછા વ્યાજ દરના લાભ હસ્તાંતરિત કરવા બૅન્કોને સમજાવીને ગ્રામીણ વિસ્તારોમાં રોકડની જે અછત છે તે પ્રશ્ન ઉકેલવા પગલાં લેવાં. તેનાથી વિતરણ નેટવર્ક જે ભંડોળની અછતના કારણે ખોરવાઈ ગયા છે તેની સમસ્યાઓ ઉકેલવા અને પૂરવઠા શ્રૃંખલાને પુનર્જીવિત કરવામાં મદદ મળે છે.

માગ પક્ષે, પહેલી પ્રાથમિકતા પહેલા તબક્કામાં ગ્રામીણ માગને ઘટતી અટકાવવી જોઈએ અને તેને સુધારવા પ્રયાસ કરવો જોઈએ. સામાન્ય રીતે જ્યારે માગણીને પુનઃજીવિત કરવાની વાત આવી છે ત્યારે વિકાસશીલ અર્થશાસ્ત્રીઓ દ્વારા જે સરળ ઉકેલ આગળ ધરવામાં આવે છે અને સામાન્ય રીતે સૂચવવામાં આવે છે તે ગ્રામીણ વિસ્તારમાં સરકારી ખર્ચ વધારવાનો છે જેના કારણે ગ્રામીણ આવક વધશે અને માગઓ પણ ત્યાં વધશે. એ નોંધવું પણ ઉચિત રહેશે કે જે ગ્રામીણ સુસ્તીનો દેશ આજે સામનો કરી રહ્યો છે તે પીએમ-કિસાન અને ગ્રામીણ રોજગારી બાંયધરી કાર્યક્રમ જેવી આવકને ટેકો કરવા જેવી યોજનાઓ દ્વારા લગભગ રૂ. ૧.૫ ટ્રિલિયન જેટલી જંગી રકમ ખર્ચવા છતાં સામનો કરી રહ્યો છે. તેનો અર્થ એ નથી થતો કે આ કાર્યક્રમોને અટકાવી દેવા જોઈએ. પરંતુ એ સૂચવવું છે કે સરકારનો ખર્ચ વધારવો એ જ આ સમસ્યાનો એક માત્ર ઉકેલ નથી અને લાંબા ગાળાના ટકાઉ ઉકેલો લાવવા આ મોરચે આ પ્રયાસોની સાથે ઘણું બધું કરવાનું રહે છે.

આ સંદર્ભમાં, કેન્દ્રમાં અને રાજ્ય સ્તરે સરકારોએ ભારતના કૃષિ ક્ષેત્રને ત્રાસ આપતા માળખાગત અને સંસ્થાગત પડકારો એ બંને પડકારોને હલ કરવા પગલાં લેવાની જરૂર છે, જેના પર મોટા ભાગનું ગ્રામીણ અર્થતંત્ર નિર્ભર છે. આ સંદર્ભમાં, એ ઉચિત છે કે કૃષિ ઉત્પાદકતા સુધારવી અને કૃષિ ટૅક્નૉલૉજીમાં મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા અને સબસિડાઇઝ કરવા ભંડોળ ફાળવવાં ઉચિત છે. બીજી તરફ, કૃષિ આંતરમાળખા અને ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગો જે ગ્રામીણ આવકને ટકાઉ ધોરણે સુધારી શકે છે તેમાં મૂડીરોકાણ કરવાની જરૂર છે અને આ વિસ્તારોમાં યુવાનોને મોટા પ્રમાણમાં રોજગારી પણ આપવી જોઈએ. બીજી તરફ, ભારતનાં ગ્રામીણ ઉત્પાદનોની પહોંચનો વિસ્તાર બહોળો કરવાની અને આ ક્ષેત્રમાં ગ્રામીણ નિકાસને ઉત્તેજન આપવા ફાળવણી કરવાની અને મૂડીરોકાણને પ્રોત્સાહન આપવાની પણ જરૂરિયાત છે. આ પ્રયાસો ઉપરાંત, કૃષિ બજારોને સુધારવા, ભાવમાં ચેડા પર અંકુશ લગાવવા અને ખેડૂતોને વાજબી ભાવો સુનિશ્ચિત કરવાની પણ જરૂરિયાત છે. આ તમામ પ્રયાસો સમયબદ્ધ લક્ષ્યાંકો સાથે એક સાથે કરવાની જરૂર છે. આ તબક્કે બીજું એક ઉચિત પાસું વિચારવાની જરૂર છે તે એ છે કે ખેડૂતોની આવક બમણી કરવી આ એકલી બાબતથી તેમની સમસ્યાઓનો ઉકેલ નહીં આવે, કારણકે કાચી સામગ્રીનો ખર્ચ બેફામ વધી રહ્યો છે અને તેના વળતર મળે તેવા ભાવ આવતા નથી. આ મુદ્દાનો હલ કરવા ઉત્પાદકતા સુધારવા માટે મૂડીરોકાણ કરવું જોઈએ અને ગ્રામીણ પરિવારોની ખરીદ શક્તિ વધારવા કાચી સામગ્રી ઘટાડવી જરૂરી છે. આનાથી વપરાશ વધશે અને ગ્રામીણ માગ પણ વધશે જેનાથી ગ્રામીણ અર્થતંત્ર બેઠું થશે. આમ, ગ્રામીણ અર્થતંત્ર એ ભારતના અર્થતંત્રના વૃદ્ધિમાં ચાવીરૂપ છે. સમયના આ તબક્કે આ મોરચે નક્કર પરિણામો મેળવવા જે જરૂરી છે તે મજબૂત રાજકીય ઈચ્છાશક્તિની જરૂર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.