ETV Bharat / bharat

હેગિયો સોફિયાને ફરી મસ્જિદ બનાવાઈ, અતાતુર્કની સેક્યુલર દૃષ્ટિનો ભંગ - istanbul

તુર્કીના પ્રમુખે ઇસ્તાંબૂલની ઐતિહાસિક હેગિયા સોફિયાને ફરીથી મસ્જિદ બનાવવાન જાહેરાત કરી તેનો દુનિયામાં ઘણી જગ્યાએથી વિરોધ થયો છે. આધુનિક તુર્કી રાષ્ટ્રના પાયામાં સડો પેસાડે તેવો આ નિર્ણય છે.

reverting-hagia-sophia-to-a-mosque-hits-at-atatruks-secular-vision
હેગિયો સોફિયાને ફરી મસ્જિદ બનાવાઈ, અતાતુર્કની સેક્યુલર દૃષ્ટિનો ભંગ
author img

By

Published : Jul 15, 2020, 7:37 PM IST

ન્યૂઝ ડેસ્કઃ તુર્કીના પ્રમુખે ઇસ્તાંબૂલની ઐતિહાસિક હેગિયા સોફિયાને ફરીથી મસ્જિદ બનાવવાન જાહેરાત કરી તેનો દુનિયામાં ઘણી જગ્યાએથી વિરોધ થયો છે. આધુનિક તુર્કી રાષ્ટ્રના પાયામાં સડો પેસાડે તેવો આ નિર્ણય છે. 20 સદીની શરૂઆતમાં કમાલ અતાતુર્કે આધુનિક તુર્કીનો પાયો જે સિદ્ધાંતો પર નાખ્યો હતો તેનાથી આ વિરુદ્ધનો નિર્ણય છે. પડોશી દેશ ગ્રીસથી માંડીને અમેરિકા, યુરોપિયન સંઘ અને રશિયાએ પણ ચિંતા પ્રગટ કરીને વિરોધ નોંધાવ્યો છે. પોપે વેટિકનમાં કહ્યું કે તેમને આ નિર્ણયથી બહુ દુખ થયું છે, જ્યારે યુનેસ્કોએ ચેતવણી આપી છે કે આ ઇમારતના વર્લ્ડ હેરિટેજના દરજ્જા વિશે નવેસરથી વિચારવું પડી શકે છે. “આ સ્થળના વૈશ્વિક મૂલ્યને અસર થાય તેવા કોઈ પણ નિર્ણય” વિશે વિચારીને આગળ વધવું જોઈએ એમ યુનેસ્કોએ કહ્યું છે.

આમ છતાં 24 જુલાઈથી હેગિયો સોફિયાના દરવાજા નમાજ પઢવા માટે ખોલી દેવામાં આવશે અને જુમ્માની નમાજ સ્મારકના અંદરના હિસ્સામાં યોજવામાં આવશે.

1934માં તુર્કીના પ્રધાનમંડળે નિર્ણય કર્યો હતો કે હેગિયા સોફિયાને મ્યુઝિયમ બનાવવું. આ નિર્ણયને તુર્કીની સર્વોચ્ચ અદાલતે રદ કર્યો તે પછી તરત જ પ્રમુખ રેસિપ તૈયબે અર્ડોગને 10 જુલાઈએ આ નિર્ણય કર્યો હતો. છઠ્ઠી સદીની બાઇન્ઝેન્ટાઇન ચર્ચની આ ભવ્ય ઇમારતને ફરીથી મસ્જિદમાં ફેરવવાનો અને તેને મુસ્લિમો માટે નમાજ માટે ખોલી દેવાના કાયાદ પર પ્રમુખ એર્ડોગને સહિ કરી દીધી.

યુરોપ અને એશિયાના સેતુ સમાન ઇસ્તાંબુલમાં હેગિયા સોફિયા સૌથી પ્રસિદ્ધ ઇમારત છે. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃત્તિના સમન્વયના પ્રતીક જેવી આ ઇમારત મૂળ ચર્ચ તરીકે તૈયાર થઈ હતી. બાદમાં ઓટ્ટોમન સામ્રાજ્ય વખતે તેને મસ્જિદમાં ફેરવી નાખવામાં આવી હતી. તુર્કી આઝાદ થયું તે પછી અતાતુર્કના વખતમાં તેને મ્યુઝિયમમાં ફેરવી નાખવામાં આવી હતી. આ રીતે તે તુર્કી સેક્યુલરિઝમના પ્રતીક તરીકે અત્યાર સુધી જાણીતું પર્યટન સ્થળ પણ બની હતી.

યુરોપ અને અમેરિકામાંથી વિરોધ થયો છે, પણ મસ્જિદ બનાવવાના નિર્ણયના આ વિરોધમાં હજી સુધી ભારત જોડાયું નથી. વૈશ્વિક ઇસ્લામી નેતાગીરીમાં પોતાનું સ્થાન જમાવવા માગતા અર્ડોગન પ્રયાસરત થયા છે. ખાસ કરીને સાઉદી અરેબિયા અને ઇરાનથી આગળ નીકળી જેવા તેઓ માગે છે ત્યારે તેમણે છેલ્લા વર્ષમાં એકથી વધુ વાર જાહેર મંચ પરથી ભારતની ટીકા કરી છે. સૌ પ્રથમ તેમણે કલમ 370ની નાબુદી થઈ ત્યારે અને દિલ્હીમાં રમખાણો થયા ત્યારે ભારતમાં મુસ્લિમોની કત્લેઆમ થાય છે તેવો આકરો મિજાજ પ્રગટ કર્યો હતો. તુર્કીને એવી અપેક્ષા હશે કે ભારત આ તક ઝડપીને એર્ડોગનના હેગિયો સોફિયાને મસ્જિદ બનાવવાના નિર્ણયની ટીકા કરશે.

"વિશાળ વસતિને કારણે ભારત પોતાની મજબૂત દેશ કહે છે, પણ છે નહિ," એવું અર્ડોગને કહ્યું હતું. તેમણે પાકિસ્તાનને શસ્ત્રોનું વેચાણ પણ વધાર્યું છે અને ભારતની ટીકા કરનારા મલેશિયાને પણ સાથ આપ્યો હતો.

તે વખતે ભારતે આકરો પ્રતિસાદ આપ્યો હતો. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તેમની આવી ટીકા એ દર્શાવે છે કે "તેમને ઇતિહાસની સમજ નથી અને ડિપ્લોમસી કેવી રીતે ચાલે તે જાણતા નથી... વર્તમાન સ્થિતિને સંકુચિત રીતે જોવા માટે તે લોકો ભૂતકાળની ઘટનાઓને વિકૃત્ત રીતે રજૂ કરે છે."

ભારત જો અત્યારે વિરોધ કરે તો આ જ નિવેદન અર્ડોગન ભારતની માથે સામું મારી શકે છે. આ હકીકત અને બીજું કે અર્ડોગને જે પ્રયાસો કર્યો છે તેવા પ્રયાસો ભારત સહિત ઘણા દેશોમાં ચાલી રહ્યા છે. બહુમતીવાદ અને અમુક ધર્મના સ્થાનકને ફરીથી સ્થાન આપવા માટેના પ્રયાસો ભારત સહિત ઘણા દેશોમાં ચાલી રહ્યા છે. કદાચ તે કારણે જ ભારતે અત્યાર સુધી મૌન રહેવાનું પસંદ કર્યું છે.

ઓટ્ટોમાન સામ્રાજ્ય અને તેની ખિલાફતની પડતી એક સદી પહેલાં શરૂ થઈ ત્યારે ભારતમાં ખિલાફત ચળવળને સમર્થન મળ્યું હતું. ભારતમાં આઝાદીની લડાઈ સાથે તે વખતે ખિલાફત આંદોલન પણ ચાલી રહ્યું હતું. પરંતુ તુર્કીમાં ખિલાફત આંદોલન સેક્યુલર હવા સામે ટકી શક્યું નહોતું. તેથી જ ભારત કદાચ વિશ્વભરમાં થઈ રહેલા વિરોધમાં જોડાઈ રહ્યું નથી.ભારતના મૌનને એ રીતે જોઈ શકાય છે કે ભારત અન્ય દેશોના “ધાર્મિક” મામલામાં દખલગીરી નહિ કરે, કેમ કે તેના કારણે ભારતમાં પણ ધાર્મિક બાબતોમાં ચાલી રહેલા વિખવાદનો મુદ્દો, જેમ કે મંદિર નિર્માણનો મુદ્દો ધ્યાન ખેંચી શકે છે.

હેગિયા સોફિયા ધર્મો વચ્ચે સમન્વયનું પ્રતીક હતી. અતાતુર્કના વારસાને એર્ડોગને નકારી કાઢ્યો છે, પણ તેમણે રાષ્ટ્રને સંબોધન કરતાં કહ્યું હતું કે ઇમારતના ચોગાનમાં નમાજ પઢી શકાશે. સાથે જ આ ઇમારત બધા જ ધર્મના લોકો માટે ખુલ્લી રહેશે. દુનિયાભરના પ્રવાસીઓ તેની મુલાકાત લઈ શકશે એમ તેમણે કહ્યું છે.

ઓટ્ટોમન સામ્રાજ્યની પ્રસિદ્ધ મસ્જિદને ફરીથી નમાજ માટે ખોલવાનો તેમનો પ્રયાસ તુર્કીને મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ તરીકે આગળ કરવાનો છે. તેની સામે આંતરિક રાજકીય પડકારો છે, તેને પહોંચી વળવા માટેનો પણ આ પ્રયાસ છે. અર્થતંત્રની ખરાબ હાલતને કારણે તેમની સ્થિતિ નબળી પડી છે અને ઇસ્લામી જગતમાં નેતાગીરી માટે સાઉદી અને ઇરાનની સ્પર્ધા કરવી મુશ્કેલ બની છે.

તુર્કી બહુ મહત્ત્વના ભૌગોલિક સ્થાને આવેલું છે અને પડોશી રાજ્ય સિરિયામાં ચાલતા યુદ્ધને કારણે વિશ્વની મહાસત્તા માટે તુર્કી અગત્યનું રાષ્ટ્ર બન્યું હતું. તુર્કી માટે મહાસત્તાઓ વચ્ચે ખેંચતાણ ચાલી હતી અને અર્ડોગને રશિયા અને અમેરિકાની સ્પર્ધાનો ખૂબીપૂર્વક લાભ લીધો હતો. સાથે જ ચીનના વિગૂર તુર્કી મુસ્લિમોના મુદ્દે સાવધાનીપૂર્વકનું વલણ લીધું હતું.

તુર્કીની બહુમતી પ્રજા મુસ્લિમ છે, પણ એક સેક્યુકર દેશ તરીકે એક માત્ર એવો મુસ્લિમ દેશ છે જેનો સત્તાવાર ધર્મ મુસ્લિમ નથી. તુર્કીના બંધારણમાં સૌને ધાર્મિક સ્વાતંત્ર્ય અપાયેલું છે. જોકે એક વખતના ખ્રિસ્તી જગતમાં સૌથી વિશાળ ચર્ચ તરીકે જાણીતી ઇમારતને ફરીથી મસ્જિદ બનાવીને અર્ડોગને દેશની ઇસ્લામી ઓળખને ફરીથી દૃઢ કરી છે. તે રીતે તુર્કીની ખ્રિસ્તી લઘુમતીને તેનું સ્થાન બતાવી દીધું છે.

“તેને ફરીથી મસ્જિદ બનાવી દેવાનો અર્થ એવું કહેવાનો થાય છે કે કમનસીબે અમે હવે સેક્યુલર દેશ રહ્યા નથી,” એમ તુર્કીના નોબલ પારિતોષિક વિજેતા ઓર્હન પામુકે બીબીસીને જણાવ્યું હતું.

-નિલોવા રૉય ચૌધરી, સિનિયર પત્રકાર, વૉશિંગ્ટન પોસ્ટ સાથે તથા સ્ટેટ્સમેન અને હિન્દુસ્તાન ટાઇમ્સમાં ફોરેન એડિટર તરીકે તેમણે કામ કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.