ETV BHARATને ચમોલી પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ આ ઘટના 12ઃ11 કલાકની છે. આ હેલીકૉપ્ટર ઉત્તરકાશીમાં રાહત સામગ્રી લઈ જઈ રહ્યું હતુ. તે જ સમયે દુર્ઘટના બની હતી. હાલ તો ઘટના સ્થળે બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે. જેથી તપાસ કરી જાણી શકાય કે તેમાં બેઠેલા પાયલટ અને અન્ય સુરક્ષિત છે કે કેમ?
ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી કેટલાક લોકોના મૃત્યુ થયા છે. સેનાના જવાન રાહત સામગ્રી પહોંચાડી રહ્યાં છે.