રાંચીઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના માલબાગ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં ઝારખંડના સાહિબગંજ જિલ્લામાં રહેવાસી CRPF જવાન કુલદીપ ઉરાંવ શહીદ થયા હતા.
સીઆરપીએફના કમાન્ડેન્ટે શહીદના પિતા ઘનશ્યામ ઉરાંવને આ વિશે જાણકારી આપી હતી અને કહ્યું કે, 'તમારો દિકરો આતંકવાદી સામે લડતા લડતા શહીદ થયો છે.'
શહીદ જવાનના પિતાએ જણાવ્યું કે, કુલદીપ ઉરાંવ તેમનો નાનો પુત્ર હતો. તેમણે કહ્યું કે, ખુશી છે કે, મારો દિકરો દેશ માટે શહીદ થયો હતો.' કુલદીપના વર્ષ 2009માં લગ્ન થયા હતા. કુલદીપને બે બાળકો છે. શહીદની પત્ની વંદના ઉરાંવ પશ્ચિમ બંગાળ પોલીસમાં છે.
વધુમાં કુલદીપના પિતા પણ સીઆરપીએફ જવાન હતા. તે 2007માં રિટાયર થયા હતા. જો કે, તે વોર્ડ પાર્ષદ છે. તેની સાથે જ આદિવાસી કલ્યાણ નામની એક સંસ્થા પણ ચલાવી રહ્યા છે.