નવી દિલ્હીઃ રાજ્યસભાના સાંસદ અમર સિંહએ અમિતાભ બચ્ચન અને તેમના પરિવાર પાસે પોતાની કરવામાં આવેલી ટિપ્પણીઓને લઇને મંગળવારના રોજ પોતાના ટ્વિટર અને ફેસબુક પર દુખ વ્યક્ત કર્યું છે.
અમર સિંહે ટ્વિટ કરી જણાવ્યું કે જીંદગી અને મોત વચ્ચે લડી રહ્યો છું, અમિતાભ બચ્ચન અને તેમના પરિવાર વિરુદ્ધ કરવામાં આવેલા ટ્વિટ બદલ માફી માંગુ છું.
તેમણે કહ્યું કે, આજે મારા પિતાની પુણ્યતિથિ છે અને આજે જ મને અમિતાભજીનો સંદેશ મળ્યો. જીવનના આ સમયમાં જ્યારે હું જીવન અને મૃત્યુંની લડાઇ લડી રહ્યો છું અને મારે અમિતાભ બચ્ચન અને તેમના પરિવાર વિરુદ્ધ કરવામાં આવેલ ટ્વિટ બદલ માંફી માંગુ છું.
મહત્વનું છે કે, થોડા વર્ષો પહેલા અમર સિંહની કિડનીમાં સમસ્યા આવી હતી, જેનો હાલ ઉપચાર ચાલી રહ્યો છે.
અમર સિંહે ટ્વિટ સાથે ફેસબુક પર પણ વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં તેમને સિંગાપુરમાં 10 વર્ષ પહેલા કિડનીની બીમારીના ઇલાજ માટે આવવા અને અમિતાભ બચ્ચન સાથે હોવા અને બચ્ચન સાથે સાથ છૂટવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
વીડિયોમાં અમર સિંહે કહ્યું કે, અમિતજી મારાથી ઉમ્રમાં મોટા છે એટલે મારે તેમના પ્રત્યેની આદર રાખવો જોઇએ અને જે હું બોલ્યો તેના માટે હું દુખ વ્યક્ત કરૂ છું.