ETV Bharat / bharat

લાલ કિલ્લા હિંસા: દીપ સિદ્ધુને 7 દિવસની પોલીસ કસ્ટડી - 26 જાન્યુઆરીના રોજ લાલ કિલ્લામાં હિંસા

26 જાન્યુઆરીના રોજ લાલ કિલ્લામાં હિંસા ફેલાવનારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ધરપકડ કર્યા બાદ પોલીસે કોર્ટમાં કહ્યું કે દીપ સિદ્ધુની પૂછપરછ કરવા રિમાન્ડની જરૂર છે. તેની વિરુદ્ધ વીડિયોગ્રાફી પુરાવા છે. તેણે લોકોને ઉશ્કેર્યા હતા. જેના કારણે લોકોએ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે. તેના સોશિયલ મીડિયાની પણ તપાસ કરવાની છે. આને પંજાબ હરિયાણા લઈ જવાનો છે.

દીપ સિદ્ધુને 7 દિવસની પોલીસ કસ્ટડી
દીપ સિદ્ધુને 7 દિવસની પોલીસ કસ્ટડી
author img

By

Published : Feb 9, 2021, 7:00 PM IST

  • લાલ કિલ્લામાં હિંસા ફેલાવનારાની ધરપકડ
  • તીસ હજારી કોર્ટે આરોપીને 7 દિવસની કસ્ટડીમાં રાખવા આપ્યો આદેશ
  • હરિયાણાના કરનાલથી કરવામાં આવી ધરપકડ

નવી દિલ્હી: તીસ હજારી કોર્ટે 26 જાન્યુઆરીએ લાલ કિલા પર ત્રિરંગાનું અપમાન કરવા બદલ ધરપકડ કરાયેલા દીપ સિદ્ધુને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. દીપ સિદ્ધુની રજૂઆત બાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પ્રજ્ઞા ગુપ્તાએ આ આદેશ આપ્યો હતો. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે દીપ સિદ્ધુની 10 દિવસ કસ્ટડીની માંગ કરી હતી. કોર્ટે આ કેસમાં સહ આરોપી સુખદેવ સિંહને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા

સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે દીપ સિદ્ધુના 10 દિવસના પોલીસ રિમાન્ડની માગ કરી હતી. પોલીસે કહ્યું કે દીપ સિદ્ધુની પૂછપરછ કરવી પડશે. તેની વિરુદ્ધ વીડિયોગ્રાફી પુરાવા છે. પોલીસે કહ્યું કે સિદ્ધુએ લોકોને ઉશ્કેર્યા હતા. જેના કારણે લોકોએ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે. તે જે વાહનમાં આવ્યો હતો તે જપ્ત કરવાના બાકી છે. આ સાથે જ દીપનો મોબાઈલ ફોન પણ રિકવર કરવાનો છે. એક મોબાઈલ પટિયાલામાં ફેંકી દેવામાં આવ્યો હતો.

'140 પોલીસકર્મીઓ પર હુમલો'

પોલીસે જણાવ્યું કે 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરાયું હતું. લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. દીપ સિદ્ધુ તોફાનોમાં મોખરે હતો. લાલ કિલ્લા પર 140 પોલીસ કર્મચારીઓ પર હુમલો થયો હતો. તેના માથા પર તલવારો વાગી હતી. દિલ્હી પોલીસે કહ્યું કે વીડિયોમાં સ્પષ્ટ થઈ ગયું છે કે દીપ સિદ્ધુ લાલ કિલ્લામાં ધ્વજ અને લાકડીઓ લઈને પ્રવેશી રહ્યો હતો.

'રિમાન્ડની જરૂર નથી, પોલીસ પાસે છે દરેક પૂરાવા'

દીપ સિદ્ધુના પોલીસ રિમાન્ડનો વિરોધ કરતાં સિદ્ધુના વકીલે કહ્યું કે કોઈ રિમાન્ડની જરૂર નથી. પોલીસ પાસે બધા પુરાવા પહેલાથી જ છે. સીસીટીવી, વિડિઓ ફૂટેજ પહેલાથી છે. આવી સ્થિતિમાં દીપ સિદ્ધુની કસ્ટડીની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે, દીપ સિદ્ધુની આજે દિલ્હી પોલીસની સ્પેશિય સેલ દ્વારા હરિયાણાના કરનાલથી ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે જ્યારે દિલ્હી પોલીસને પૂછ્યું કે સિદ્ધુની ધરપકડ કેવી રીતે કરવામાં આવી ત્યારે દિલ્હી પોલીસે કહ્યું કે તેમને માહિતી મળી હતી કે તે કરનાલ આવવાના છે. જેના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.