નવી દિલ્હીઃ શું કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે લાગુ લોકડાઉનને વધુ વિસ્તૃત કરવું જોઈએ? દિલ્હી સરકારે આ અંગે સામાન્ય લોકો પાસેથી સૂચનો માંગ્યા હતા. પ્રાપ્ત સૂચનો મળ્યા બાદ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
કેજરીવાલે કહ્યું કે, 'સામાન્ય લોકોને સૂચનો માટે એક દિવસનો સમય આપવામાં આવ્યો હતો. કારણ કે આ સૂચન વડાપ્રધાનને પણ મોકલવાના છે. દિલ્હીવાસીઓએ 24 કલાકમાં વોટ્સએપ દ્વારા 4.75 લાખ સૂચનો મોકલ્યા છે. 10,700 ઇમેઇલ્સ અને 39000 લોકોએ ફોન પર તેમના સૂચનો આપ્યા છે.'
દિલ્હીના મુખ્યપ્રધાને કહ્યું કે, મોટાભાગના લોકો કહે છે કે શાળા-કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ખોલવી ન જોઈએ. મોટાભાગના લોકોએ સૂચવ્યું છે કે હોટલ હજી સુધી ન ખોલવી જોઈએ. પરંતુ હોટલમાંથી પાર્સલની વ્યવસ્થા માટે પગવાનગી આપવી જોઈએ.
સલુન અને સિનેમાઘર ન ખોલવાનું સૂચન
મોટા ભાગના લોકોનું સૂચન એવું છે કે, લોકડાઉન દરમિયાન સલુન અને સિનેમાઘર ન ખોલવા જોઈએ. જ્યારે કેટલાક લોકોએ સાંજે 7 વાગ્યા પછી ઘરની બહાર ન નિકળવાનું સૂચન આપ્યું છે.
બસ, ટેક્સી અને ઓટોને શરતોને આધીન છૂટ
કેટલાક દિલ્હીવાસીઓએ કહ્યું કે, ઓટો અને ટેક્સીને ચલાવવાની છુટ આપવી જોઈએ, ઓટોમાં એક સવારી, ટેક્સનીમાં બે સવારી અને સવારી બાદ તેને સેનિટાઈઝ કરવા જેવી શરતો રાખવી જોઈએ.
બીજી બાજુ કેટલાક લોકોએ કંસ્ટ્રક્શનને મંજૂરી આપવી જોઈએ
કેજરીવાલે કહ્યું કે, લોકોએ જે સૂચનો આપ્યા છે, તે બધાને જોયા પછી બપોરે 4 વાગ્યે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની એક બેઠકમાં ઉપરાજ્યપાલ સાથે ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ તમામ સૂચનો કેન્દ્રને મોકલવામાં આવશે. ત્યારે કેન્દ્ર સરકાર નિર્ણય કરશે કે 17 મે પછી દિલ્હીમાં લોકડાઉન કેવી રીતે રાખવું કે નહીં.