જ્યારે ઈટીવી ભારતને આ વાતની જાણ થઈ તો, અમારી ટીમ પણ શ્રીધરને મળવા પહોંચી ગઈ અને શ્રીધરને મળ્યા બાદ તેના આ વિશેષ સિદ્ધી પર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. ધીમે ધીમે આ બાળકની ચર્ચા હવે સમગ્ર જિલ્લામાં થઈ રહી છે.
જ્યારે શ્રીધર સાથે ઈટીવી ભારતે વાત કરી તો જાણવા મળ્યું કે તે જ્યારે સાત વર્ષનો હતો, ત્યારથી રમત રમતમાં આંખે પટ્ટી બાંધી ઓળખવા, લખવા અને વાંચવાનો પ્રયત્ન કરતો હતો. ધીમે ધીમે તે પ્રેક્ટિસ કરવા લાગ્યો અને તેની રુચિ પણ વધવા લાગી અને દિકરાની આવી સિદ્ધી જોઈ પિતા આનંદ કુમારે પણ તેને ટ્રેનિંગ આપવાનું વિચાર્યું.
શ્રીધરના પિતા જણાવે છે કે, જ્યારે પોતાના દિકરાની આવી સિદ્ધી વિશે જાણ થઈ તો તેમણે તેને મીડ બ્રેન ટ્રેનિંગ અપાવી અને યોગાના માધ્યમથી પોતાના બ્રેઈનને કપાળની વચોવચ કેન્દ્રિત કર્યા બાદ ફરી જોવાની જરુર રહેતી નથી, પછી ભલેને આંખ પર ગમે તેટલી પટ્ટી હોય, અવાજ આવે કે પછી સુગંધ હોય પણ હેંડ રબિંગના માધ્યમથી તે જોયા વગર વાંચી, લખી અને ઓળખી શકે છે.
આ સમગ્ર ઘટનાને જોયા બાદ ઈટીવી ભારતના કેમેરાની સામે જ શ્રીધરે આંખે મોટા કાળા કપડા પર ડબલ કપડું બાંધી અને પોતાની આ અનોખી સિદ્ધીથી રુબરુ કરાવ્યા હતાં.