ETV Bharat / bharat

RBIએ મોટી કંપનીઓ માટે બેંક લોનની નવી મર્યાદા કરી નક્કી

મુંબઈ: રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પહેલી એપ્રિલથી કંપની માટે બેંકની લોન માટેની મર્યાદા નક્કી કરી છે. નવા નિયમ મુજબ રિલાયન્સ, ટાટા, બજાજ અને આદિત્ય બિરલા ગ્રુપની કંપનીઓને ફંડ મેળવા માટે બેંકો ઉપરાંત બીજા રસ્તાઓ શોધવા પડશે.

ફાઇલ ફોટો
author img

By

Published : Mar 27, 2019, 4:40 PM IST

આરબીઆઈના નવા નિયમમાં કહેવામાં આવ્યું છે કે જે કંપનીઓ પર 10 હજાર કરોડથી વધુનું દેવું છે તેમણે તેના ઉપરની 50 ટકા રકમની વ્યવસ્થા બોન્ડ અથવા શેરબજારમાં કરવી પડશે.

રીઝર્વ બેંકે બેકિંગ સિસ્ટમમાં જોખમ ઘટાડવા માટે આ નિયમ બનાવ્યો છે. તેમનું માનવું છે કે એક જ ગ્રુપની કંપનીઓ માટે વધુ લોન આપવી એ બેંકો માટે જોખમી સાબિત થઈ શકે છે અથવા જોખમમાં ખુબ મોટો વધારો થાય છે.

રીઝર્વ બેંકે આ જોખમને ઘટાડવાની શરૂઆત નાણાકીય વર્ષ 2017-18માં કરી હતી. પણ તે સમયે એક વ્યક્તિ માટે 25 હજાર કરોડની મર્યાદા નક્કી કરી હતી. જે નાણાકીય વર્ષ 2018-19માં તેને ઘટાડીને 15 હજાર કરોડ કરાઈ છે અને નવા નાણાકીય વર્ષથી તે 10 હજાર કરોડ કરાશે.

જાણકારોના કહેવા પ્રમાણે આરબીઆઈના નવા નિયમથી ભારતની 60 મોટી કંપનીઓને અસર થશે, પણ સારી કંપનીઓ બજારમાંથી ફંડ મેળવવા માટે સક્ષમ છે તેમને ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડથી ઉપરનું રેટિંગ હોય તો તેમને ફંડ મેળવવામાં કોઈ મુશ્કેલી નહી પડે.

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે જો બેંકોએ કોઈ કંપનીને લોન આપવાની સાથે તેમના બોન્ડ ખરીદ્યા હશે તો તેને ઓવરઓલ મર્યાદા સાથે જોડી દેવામાં આવશે. જો બોન્ડની સાથે લોનની રકમ રીઝર્વ બેંકની નક્કી કરેલી મર્યાદાથી વધારે હશે તો બેંકો તેને માર્ચ 2021 સુધી મર્યાદાની અંદર લાવવાની રહેશે. બેંકોનું કહેવું હતું કે આરબીઆઈએ નવા નિયમને તબક્કાવાર લાગુ કર્યો છે. જેથી બેંકિંગ સિસ્ટમમાં તેની કોઈ વિપરીત અસર નહી પડે.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.