અર્થવ્યવસ્થામાં ચાલી રહેલી મંદી મુદ્દે ભારતીય રિજર્વ બેન્કનાં ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે નિવેદન આપતા કહ્યું કે, આર્થિક મંદી માટે માત્ર વૈશ્વિક પરિબળો જવાબદાર નથી. રિઝર્વ બેંક આર્થિક સ્થિતિમાં સુધારો, ફુગાવામાં વધારો, બેંકો અને NBFCની આર્થિક સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં લેશે.
માહિતી અને આંકડાના આધાર પર અર્થવ્યવસ્થા પર ચર્ચા કરવાની જરૂર છે. રિઝર્વ બેંકને સમજાઈ ગયું છે કે, આર્થિક વિકાસની ગતિ ધીમી પડવાની સંભાવના છે. તે પહેલા RBIએ ફેબ્રુઆરીથી રેપો રેટ ઘટાડો કરવાની શરૂઆત કરી છે.
ભારતે ઉત્પાદન ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. વૈશ્વિક સપ્લાય ચેઇનનો ભાગ બનાવવું જોઈએ. આર્થિક વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મહત્વપૂર્ણ ખર્ચ કરવો પડશે.
વૈશ્વિક આર્થિક મંદીને પહોંચી વળવા તમામ વિકસિત અને ઉભરતી અર્થવ્યવસ્થાઓએ સમન્વયિત અને સમયસર પગલાં લેવાની ખાસ જરૂર છે.