આ ફિલ્મનું ટ્રેલર એક સામન્ય માણસનું જાસૂસ બનાવાથી શરૂ થાય છે. જેના પરિવારમાં એક માઁ છે, પરંતુ તેના જીવનનો હેતું દેશભક્તિ છે. આ ડ્યૂટીને પુરી કરવા માટે તેને તૈયાર કરવામાં આવે છે. બાદમાં એક સિક્રેટ મિશન પર પાકિસ્તાનમાં મોકલવામાં આવે છે. ફિલ્મની કહાની સાત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મ એક જાસૂસ કહાની છે, જે પોતાની જાનની પરવા કર્યા વગર પાકિસ્તાનમાં જાય છે. ત્યાં આર્મીમાં ભરતી થઈને ભારતીય સેના માટે કામ કરે છે. મહત્વનું છે કે, આ ફિલ્મમાં જાસૂસનું જે પાત્ર છે, તેણે 1971ના યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ ફિલ્મમાં જ્હોન અબ્રહમ પહેલીવાર 18થી 20 અલગ-અલદ લુકમાં જોવા મળશે. ફિલ્મની શૂટિંગ દરમિયાન પોતાના લુકને છુપાવી રાખવા ધણી મેહનત કરી હતી. જ્હોન અબ્રહમ સિક્રેટ એજ્ન્ડાનો રોલ કરી રહ્યો છે. ફિલ્મની શૂટિંગ નેપાળ, ગુલમર્ગ અને શ્રીનગરમાં કરવામાં આવ્યું છે. ફિલ્મના વિષય વસ્તુમાં પાકિસ્તાનનો પણ મહત્વનો રોલ ભજવે છે. આ હિસ્સાની શૂટિંગ માટે ગુજરાતમાં પાકિસ્તાનો સેટ બનાવામાં આવ્યો હતો.
આ ફિલ્મમાં RAW રોમિયો અકબર વૉલ્ટર એક સાચા જાસૂસની કહાની છે. આ એક એવો ઇન્ડિયન જાસૂસ હતો કે, જેણે પાકિસ્તાની સેનામાં રહીને હિન્દુસ્તાન સેના માટે કામ કર્યું હતું. આ જાસૂસની માહિતીથી યુદ્ધના સમયે ભારતીય સેનાને મદદ મળી હતી. સ્પાઈ થ્રિલર મિશન પર બનેલી ફિલ્મ 1971માં ભારત-પાકિસ્તાનની વચ્ચેની લડાઇ પર આધારિત છે. 13 દિવસ ચાલેલી લડાઇમાં 93 હજાર પાકિસ્તાની સૈનિકોએ ભરતીય સેના સામે શર્ણાગતિ સ્વીકારી હતી.
આ ફિલ્મમાં જ્હોનની સાથે મોની રોય, જેકી શ્રોફ, સિકંદર ખેર અને સુચિત્રા કૃષ્ણમૂર્તિ જેવા એક્ટર્સ જોવા મળશે. જેકી શ્રોફ ફિલ્મમાં રૉ ચીકના રોલમાં જોવા મળશે, જ્યારે મોની રોયના આભિનયનો ખુલાસો થયો નથી. સિકંદર ખેર ફિલ્મમાં પોલીસમેનની ભૂમિકામાં જોવા મળશે.
તમને જણાવી દઇએ કે, આ ફિલ્મમાં જ્હોન પહેલા સુશાંત સિંહ રાજપૂતને લેવામાં આવ્યો હતો. સુષાંતનો દેખાવ પણ રિલીજ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ તેના વ્યસ્ત શેડ્યુલને લીધે સુશાંત ફિલ્મ કરી શક્યો નહોતો.