કેરળની રામ્યાએ માત્ર 19 વર્ષની ઉંમરે હિમાલયની ચઢાઈ પૂર્ણ કરી છે. આ પર્વતારોહણ માટે તેની સાથે દેશનાં વિવિધ રાજ્યો માંથી કુલ 85 લોકોની પસંદગી થઈ હતી.
કેરળની રામ્યાનાં પિતા સુબ્રહ્મણ્યમ અને માતા ઉષા છે, તે હાલ થુંજન કૉલેજમાં બી કોમનાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.
રામ્યાએ કહ્યું કે, તે TMG કૉલેજ, તિરૂરના NCC અધિકારી લેફ્ટનન્ટ શુકૂર ઈલમથી પ્રેરિત છે.
તેણે પોતાનું પ્રથમિક શિક્ષણ અથાનાડ પરિધિ સરકારી સ્કૂલ(મટ્ટુમલ ગવરમેન્ટ હાયર સેકેન્ડરી સ્કૂલ) માંથી લીધું છે.
ઉલ્લેખનીય છે કે, રામ્યા રાજ્યની ખો-ખો ટીમની સભ્ય છે. આ સાથે રામ્યા એક ડાન્સર પણ છે. તેનું સપનું ભારતીય સૈન્યમાં જોડાવાનું અને દેશની સેવા કરવાનું છે.