ETV Bharat / bharat

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને, બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને: રમેશ પારેખ - બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને

દરેક ગુજરાતીને આ કવિતા યાદ હશે... ગ્લોબલ ઈન્ડિયન ફિલ્મ ઍવોર્ડ્સ (ગિફા) સમયે ઉદય મજમુદાર અને રેખા ત્રિવેદીએ ગાયેલું અત્યંત પ્રસિદ્ધ ગીત પણ યાદ હશે... આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે... કોઈ આવ્યાં છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યાં છે.

રમેશ પારેખ
રમેશ પારેખ
author img

By

Published : Dec 13, 2020, 9:41 PM IST

રમેશ પારેખ :

જન્મ તારીખ : 11/27/1940

જન્મ સ્થળ : અમરેલી

મૃત્યુ તારીખ : 05/17/2006

મૃત્યુ સ્થળ : રાજકોટ

તેઓ વર્ષ 1972માં રસીલાબેન સાથે લગ્નગ્રંથિએ જોડાયા હતા. 1974માં તેમની દીકરી નેહાનો જન્મ થયો અને 1975માં તેમના પુત્ર નીરજનો જન્મ થયો હતો.

ઍવોર્ડ્સ

1-ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક 1986

ધનજી કાનજી ગાંધી સુવર્ણ પદક તરીકે પણ ઓળખાતો રમેશ પારેખને 1986માં એનાયત થયેલો આ ઍવોર્ડ ગુજરાત સાહિત્ય સભા દ્વારા ગુજરાત, ભારતમાં આપવામાં આવતો પ્રતિષ્ઠિત સાહિત્યિક ઍવોર્ડ છે. 1983માં આ ઍવોર્ડ એનાયત કરવાની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર યોગદાન માટે સૌથી ઉત્કૃષ્ટ સાહિત્યકારને આ ઍવોર્ડ એનાયત થાય છે.

2-કુમાર સુવર્ણ ચંદ્રક 1970

અથવા કુમાર સુવર્ણ પદક તરીકે અમદાવાદના કુમાર ટ્રસ્ટ દ્વારા 1944થી એનાયત થતો આ સાહિત્યિક ઍવોર્ડ વર્ષ 1970માં રમેશ પારેખને ફાળે ગયો હતો. આ પદક દર વર્ષે કુમાર ટ્રસ્ટ દ્વારા કુમાર મેગેઝિનમાં પ્રકાશિત થયેલા પોતાના યોગદાન બદલ ગુજરાતી લેખકને એનાયત કરવામાં આવે છે.

3-કલા ગૌરવ ઍવોર્ડ 1989

કળા અને સંસ્કૃતિ વિભાગ દ્વારા એનાયત કરવામાં આવેલો રાષ્ટ્રીય ઍવોર્ડ

4-નર્મદ સુવર્ણ ચંદ્રક 1978

નર્મદ સુવર્ણ પદક [1] અથવા તો નર્મદ ચંદ્રક [2] તરીકે ઓળખાતો આ ઍવોર્ડ ગુજરાતમાં સાહિત્યિક બહુમાન છે. [3] વિખ્યાત ગુજરાતી કવિ નર્મદની યાદમાં સુરત સ્થિત નર્મદ સાહિત્ય સભા દ્વારા આ ઍવોર્ડ એનાયત કરવામાં આવે છે. વર્ષ 1940થી દર વર્ષે ગુજરાતી ભાષામાં લખાયેલા શ્રેષ્ઠ પુસ્તકના લેખકને આ ઍવોર્ડ આપવામાં આવે છે.

5-ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક 1978-79

વર્ષ 1963માં સ્નેહરશ્મિ દ્વારા તેમના દિવંગત દીકરી ઉમાની યાદમાં સ્થાપવામાં આવેલો આ ગુજરાતનો સાહિત્યિક ઍવોર્ડ છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા એનાયત કરવામાં આવતો આ ઍવોર્ડ દર બે વર્ષે ગુજરાતી ભાષામાં શ્રેષ્ઠ અસાધારણ પુસ્તકના લેખકને એનાયત કરવામાં આવે છે.

6-સાહિત્ય અકાદમી ઍવોર્ડ 1979

ભારતની નેશનલ એકેડેમી ઑફ લેટર્સ - સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે એનાયત કરાતું આ રાષ્ટ્રીય સ્તરનું સાહિત્યિક બહુમાન છે. સાહિત્ય અકાદમી 24 મુખ્ય ભારતીય ભાષાઓમાં પ્રકાશિત થયેલા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ પુસ્તકોના લેખકોને દર વર્ષે આ ઍવોર્ડથી નવાજવામાં આવે છે. નવી દિલ્હી સ્થિત સાહિત્ય અકાદમી દ્વારા આ ભાષાઓમાં અંગ્રેજી, રાજસ્થાની અને ભારતીય બંધારણની આઠમી અનુસૂચિમાં જણાવાયેલી 22 ભાષાઓ સામેલ કરવામાં આવી છે. વર્ષ 1954થી શરૂ કરાયેલા આ ઍવોર્ડમાં ઍવોર્ડની તક્તીની સાથે રૂા. 1,00,000નું રોકડ ઈનામ સામેલ હોય છે.

7-રાજકુમાર ભુવાલકા 1994

રમેશ પારેખને કર્ણાટક રાજ્યના ડૉ. રાજકુમાર ઍવોર્ડ એનાયત કરાયો હતો. રાજકુમાર, કન્નડ સિનેમાના અત્યંત સફળ એક્ટર હતા. તેમની યાદમાં અને બહુમાનમાં આ ઍવોર્ડ દર વર્ષે કર્ણાટક સ્ટેટ ઍવોર્ડ સમારંભ દરમ્યાન એનાયત થાય છે.

8-સંસ્કાર ચંદ્રક 1988

  • અમરેલી જિલ્લા કચેરી દ્વારા કલાગૌરવ સુવર્ણ ચંદ્રક (1989)
  • નરસિંહ મહેતા ઍવોર્ડ 2004

ગુજરાતી સાહિત્યના સૌથી પ્રતિષ્ઠિત ઍવોર્ડમાં સ્થાન ધરાવતો આ ઍવોર્ડ રમેશ પારેખને 2004માં એનાયત કરાયો હતો. ગુજરાતમાં જૂનાગઢની સંસ્થા આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ દ્વારા ગુજરાતી ભાષાના લેખને આ ઍવોર્ડ અપાય છે. એવોર્ડ સમારંભ મહદ્ અંશે જૂનાગઢના રૂપાયતનમાં શરદપૂર્ણિમાએ યોજવામાં આવે છે. આ ઍવોર્ડની શરૂઆત વર્ષ 1999માં કરવામાં આવી હતી. તેમાં ઍવોર્ડ મેળવનારને નરસિંહ મહેતાની પ્રતિમા અને રૂા. 1,51,000 આપવામાં આવે છે.

  • રમેશ પારેખે શ્રેષ્ઠ ગીતકાર તરીકે ગુજરાત સ્ટેટ ફિલ્મ ઍવોર્ડ વર્ષ 1982-83માં નસીબની બલિહારી ફિલ્મ માટે અને વર્ષ 1993-94માં માનવીની ભવાઈ ફિલ્મ માટે મેળવ્યો હતો.
  • ગુજરાતી કવિતાઓના અત્યંત પ્રતિષ્ઠિત મેગેઝિન - કવિલોક દ્વારા રમેશ પારેખની મુલાકાત લેવામાં આવી હતી.

સ્ત્રોતઃ માધ્યમોના અહેવાલો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.