ETV Bharat / bharat

અયોધ્યામાં આનંદઃ રામભક્તે લોકોને રામકથા-ભજન સંભળાવવા 3000 સ્પીકર લગાવ્યા

અયોધ્યામાં રામ ભક્તો દ્વારા લોકોને ત્રણ દિવસ સુધી રામકથા અને ભજન સાંભળવા માટે 3000 લાઉડસ્પીકર લગાવવામાં આવ્યાં છે. જેથી સવારે પાંચ કલાકથી રાત્રે દસ કલાક સુધી લોકોને રામ ભજન સંભળાવવામાં આવી રહ્યાં છે.

Etv Bharat, Gujarati News, Ayodhya News
Ayodhya News
author img

By

Published : Aug 4, 2020, 8:37 AM IST

લખનઉઃ અયોધ્યામાં પાંચ ઓગસ્ટે પીએમ મોદી રામ મંદિર નિર્માણની આધારશિલા રાખશે. સમગ્ર અયોધ્યામાં આ સમયે ઉત્સવનો માહોલ છે અને રામનગરીને પીળા રંગમાં રંગવામાં આવી છે. રામ ભક્ત પ્રણવ માલવીય તરફથી અયોધ્યામાં 3000 લાઉડસ્પીકર મફ્તમાં લગાવવામાં આવ્યાં છે. જેના માધ્યમથી અયોધ્યામાં લોકોને રામ ભજન સંભળાવવામાં આવી રહ્યાં છે.

પ્રયાગરાજના નિવાસી પ્રણવ માલવીય રામ મંદિર નિર્માણની આધારશિલાના સાક્ષી બનાવવા માટે અયોધ્યામાં છે, તેણે અયોધ્યામાં લાઉડસ્પીકર લગાવ્યા છે. આ લાઉડસ્પીકરથી 24 કલાક લોકોને રામકથા સંભળાવવામાં આવી રહી છે. અયોધ્યામાં ચારે તરફ ભક્તિનો માહોલ છે.

ઇટીવી ભારત સાથે વાતચીતમાં આશા એન્ડ કંપનીના માલિક પ્રણવ માલવીયે જણાવ્યું કે, બધા રામભક્ત પોતાની તરફથી કંઇકને કંઇક કરી રહ્યાં છે. રામની કથા લોકોને સંભળાવવા માટે અયોધ્યામાં 3000 લાઉડસ્પીકર લગાવવામાં આવ્યા છે. પ્રયાગરાજમાં દર વર્ષે લાગતા માધ મેળામાં પણ આશા એન્ડ કંપનીના જ લાઉડસ્પીકર લાગે છે.

અયોધ્યામાં રામ ભક્તે રામ કથા અને ભજન સંભળાવવા 3000 લાઉડ સ્પીકર લગાવ્યા

તેમણે જણાવ્યું કે, કોરોનાને કારણે લોકો રામ મંદિર નિર્માણનો ઉત્સવ ઉજવી શકતા નથી અને ન તો ભૂમિ પૂજનના કાર્યક્રમમાં સામેલ થઇ શકશે. યોગી આદિત્યનાથે અયોધ્યામાં ત્રણ દિવસ સુધી ઉત્સવ ઉજવવાની વાત કહી હતી. જે બાદ પોતાનો સહયોગ આપવા માટે આ કામ કર્યું છે.

આ અંગે પ્રણવે જણાવ્યું કે, અયોધ્યા અને ફૈઝાબાદની ચારો દિશાઓમાં 14 કિલોમીટરના રોડમાં લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યાં છે, જેથી લોકો રામકથા અને રામ ભજન સાંભળી રહ્યાં છે. આ સાથે જ પોતાના ઘરમાં રહીને ભૂમિ પૂજન કાર્યક્રમને પણ સાંભળી શકે. સવારે પાંચ કલાકે શરણાઈથી શરુ કરવામાં આવશે. જે બાદ રામ રક્ષા સ્ત્રોત, વિષ્ણુ સ્ત્રોત અને રામ ભજન સતત સવારથી લઇને રાત્રે 10 કલાક સુધી લોકો રામ ભજન સાંભળી શકશે. જે બે દિવસ સતત વાગશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.