તીન તલાક બિલ, નાગરિકતા સંશોધન બિલ પસાર ન થઈ શક્યા
કોંગ્રેસે છેલ્લા દિવસોમાં કહ્યું હતું કે સત્તામાં આવતા જ તીન તલાક બિલ સમાપ્ત કરવામાં આવશે. જ્યારે મોદી સરકાર આ બિલનું સમર્થક કરી રહી છે. સરકાર આ માટે એક અધ્યાદેશ પણ લઈને આવી હતી, સાથે બે-બે વાર લોકસભામાં પસાર કરવામાં આવી ચૂક્યા છે પરંતુ બહુમત ન હોવાના કારણે BJP રાજયસભામાં આ બિલને પસાર નથી કરાવી શકી. BJP તીન તલાકને મુસ્લિમ મહિલાઓનાં અધિકારો સાથે જોડીને જોઈ રહી છે અને તેનો આરોપ છે કે કોંગ્રેસ પાર્ટી મુસ્લિમ મહિલાઓના અધિકારોની રક્ષાની વિરૂદ્ધ છે.
નાગરિકતા સંશોધન બિલ
નાગરિકતા સંશોધન બિલનો રાજયસભામાં વિરોધ થયો હતો. છેલ્લા દિવસોમાં પૂર્વોત્તરનાં બધા સાંસદોએ આ બિલની વિરૂદ્ધ મોર્ચો ખોલ્યો હતો. અસમ ગણ પરિષદે તો બિલના વિરોધમાં NDAમાંથી પોતાનું સમર્થન જ પાછુ લઈ લીધું હતું. મમતા બેનર્જીની TMC આ બિલનો સતત વિરોધ કરતી રહી છે.
મુશ્કેલથી પસાર થયો આભાર પ્રસ્તાવ
રાજયસભાની આ સત્ર 31 જાન્યુઆરીએ શરૂ થયું હતું જેમાં કુલ 10 બેઠક થઈ હતી. લગભગ સમગ્ર સત્રમાં રાફેલ અને આંધ પ્રદેશ માટે વિશેષ રાજ્યનો દરજ્જો સહિતનાં ઘણા મુદ્દાને લઈને હંગામો થયો હતો. ઉપલા ગૃહમાં બજેટ સત્ર દરમિયાન માત્ર 3 કલાક જ કામ થઈ શક્યું હતું. 6 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર લાવવામાં આવેલ આભાર પ્રસ્તાવને રજૂ કરવામાં આવ્યો જે છેલ્લા દિવસે વગર ચર્ચાએ પસાર કરવો પડ્યો.
સત્રને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાની પહેલા રાજયસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડૂએ આને ગુમાવી દીધેલ તક કહી હતી. અને આશા રાખી કે અગામી સત્રમાં રાજકિય દળોના સભ્યો સકારાત્મક રીતે ચર્ચામાં ભાગ લેશે. નાયડૂએ કહ્યું કે વર્તમાન સત્રમાં થનારી કુલ 10 બેઠકોમાં કામકાજના 48 કલાકમાંથી લગભગ 44 કલાક હંગામો થયો છે. આ દરમિયાન કુલ પાંચ બિલ પસાર કરવમાં આવ્યા અથવા પાછા મોકલવામાં આવ્યા. સંસદનું કામ 4.9 ટકા રહ્યું હતું. સત્રના દરમિયાન 6 બિલને રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન હંગામાના કારણે વિશેષ ઉલ્લેખના હેઠળ કોઈ મહત્વનો મુદ્દો નથી ઉઠાવી શકાયો.
આ મુદ્દે થયો હંગામો
31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોમાં સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના અભિભાષણથી સત્ર શરૂ થયું હતું. 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. અને તે જ દિવસે બજેટની કોપી રાજયસભામાં રાખવામાં ન આવી હતી. બજેટ સત્રના દરમિયાન રાફેલ વિમાન ડીલ, 13 પોઈન્ટ રોસ્ટર, નાગરિકતા સંશોધન બિલ, SP નેતા અખિલેશ યાદવને પ્રયાગરાજમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે રોકવા પર, કોલકાતામાં CBIની કાર્યવાહી સહિત વિવિધ મુદ્દા પર વિપક્ષી દળોના સભ્યોના હંગામાના કારણે સંસદની કાર્યવાહી સતત બંધ રહી.
ઉલ્લેખનીય છે કે, હંગામાના કારણે સંસદનાં એક પણ દિવસે પ્રશ્નકાળ અને શૂન્યકાળ સારી રીતે નથી ચાલી શક્યા. સત્ર દરમિયાન વચગાળાનું બજેટ અને નાણાકિય બિલ સિવાય (અનુસૂચિત જનજાતિઓ) આદેશ ત્રીજું સંસોધન) બિલ 2019 અને વ્યક્તિગત કાયદો (સંશોધન) 2019 જ પસાર થઈ શક્યા.