નવી દિલ્હી : સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની સાથે સાથે ભારતીય નૌસેના, ભારતીય સેના અને ભારતીય વાયુસેનાના પ્રમુખ સાથે બોર્ડર પરની પરિસ્થિતિને લઇને ચર્ચા કરશે. જેમાં ચીન સહિત કેટલાક મહત્વના મુદ્દાઓને લઇને વાતચીત થશે.
ઇન્ડિયન આર્મી ચીફ મુકુન્દ નરવાને પોતાનો એક રિપોર્ટ રક્ષા પ્રધાનને સોંપશે. જેમાં ચીની સેનાના પાછળ હટ્યા બાદ પરિસ્થિતિ કેવી છે તેને લઇને જણાવશે. આ ઉપરાંત ભારતીય સેનાની કામગીરીની સંપુર્ણ વિગત આપશે.
ઉલ્લેખનિય છે કે ભારત અને ચીન વચ્ચેના મામલાને લઇને અમેરિકા ભારતને સહયોગ આપવાને લઇને આગળ આવવાની વાત કરી રહ્યું છે, ત્યારે આ વચ્ચે રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અમેરિકાના રક્ષા પ્રધાન સાથે વાતચીત કરશે. જે ખુબ જ મહત્વપુર્ણ સાબિત થઇ શકે છે.