કોંગ્રેસના નેતાઓ ગુલામ નબી આઝાદ, ભૂપિંદર સિંહ હૂડ્ડા અને અહેમદ પટેલે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને તેમની 75 મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી.
આ ઉપરાંત કોંગ્રેસ ચેયરપર્સન સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ વીર ભૂમિ પર પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. તો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ વીર ભૂમિ જઇને શ્રદ્ધાંજલિ આપી હતી.
20 ઑગસ્ટ 1944ના રોજ જન્મેલા રાજીવ ગાંધી દેશના સૌથી યુવા વડા પ્રધાન બન્યા હતા. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા પછી જ્યારે તેમને અચાનક વડા પ્રધાનની ખુરશી મળી ત્યારે તે માત્ર 40 વર્ષના હતા. પાયલટની તાલીમ લઈ ચૂકેલા રાજીવ ગાંધી રાજકારણમાં જોડાવા માટે ઉત્સુક ન હતા. પરંતુ, સંજોગોએ તેમને દેશના સૌથી યુવા વડા પ્રધાન બનાવ્યા હતા.