ચેન્નઇ: ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યાની દોષિત નલિનીએ સોમવારે રાત્રે જેલમાં આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. નલિની તમિલનાડુના વેલ્લોર જેલમાં બંધ છે. આ સમગ્ર જાણકારી તેના વકીલ પુંગલેતીએ આપી હતી.
નલિનીના વકીલ અનુસાર, છેલ્લા 29 વર્ષથી જેલમાં બંધ નલિની સાથે પ્રથમવાર એવુ થયુ જ્યારે તેને આત્મહત્યા કરવાની કોશિશ કરી હોય. વકીલે જણાવ્યું કે, જેલમાં એક કેદી સાથે ઝધડો થયો હતો. જે કેદી સાથે તેનો ઝધડો થયો હતો, તે જેલમાં ઉમર કેદની સજા ભોગવે છે. આ કેદીએ ઝધડાની જેલરને ફરીયાદ કરી હતી, ત્યારબાદ નલિનીએ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.
વકીલે જણાવ્યું કે, નલિનીએ આ પહેલા આવુ પગલુ ભરવાની ક્યારેય કોશિશ કરી નથી. જેથી હકીકત જાણવાની કોશિશ કરી રહ્યાં છીએ. વધુમાં જણાવતા કહ્યું કે, નલિનીના પતિ પણ રાજીવ ગાંધી હત્યાના દોષિતમાં જેલમાં બંધ છે. વકીલે વિનંતી કરી કે, તેને પુઝલ જેલમાં શીફ્ટ કરવામાં આવે.