રજનીકાંતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, તેમની પાર્ટી ચૂંટણી લડી પ્રશંસકોને નિરાશ નહીં કરે.
તેમણે તમિલનાડૂ લોકસભામાં થયેલું 72 ટકા મતદાનને ઘણું સારું ગણાવ્યું હતું.
રજનીકાંતે અગાઉ પણ જાહેરાત કરી હતી કે, રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટી તમામ 234 વિધાનસભા સીટો પર ચૂંટણી લડશે.