ETV Bharat / bharat

30 જૂન સુધી નિયમિત ટ્રેનોની બધી ટિકિટ કરાઇ રદ

રેલવેએ કહ્યું કે, દેશમાં શરૂ થયેલી શ્રમિક વિશેષ ટ્રેનોનું સંચાલન શરૂ રહેશે. તેની સાથે જ રેલવેએ નિયમિત ટ્રેનોની યાત્રા માટે કરાયેલા બુકિંગને 30 જૂન સુધી રદ કરવાનો નિર્ણય લીધો છે.

ટિકિટ કરાઇ રદ
ટિકિટ કરાઇ રદ
author img

By

Published : May 14, 2020, 1:04 PM IST

Updated : May 14, 2020, 1:25 PM IST

નવી દિલ્હીઃ રેલવેએ 30 જૂન સુધીની યાત્રા માટે નિયમિત ટ્રેનોમાં કરાયેલા બધા જ જૂના બુકિંગને રદ કરવા અને ટિકિટના પૂરા પૈસા પરત કરવાનો નિર્ણય લીધો છે. રેલવેના એક આદેશમાં પહેલી મેથી શરૂ કરાયેલી શ્રમિક વિશેષ ટ્રેન સેવા અને 12 મેથી શરૂ કરાયેલી વિશેષ ટ્રેનોનું સંચાલન શરૂ રહેશે.

જે ટિકિટ રદ કરવામાં આવશે, તે લોકડાઉનના સમયમાં તે સમયે બુક કરાવવામાં આવી હતી, જ્યારે રેલવેએ જૂનમાં યાત્રીઓ માટે બુકિંગની અનુમતિ આપી હતી.

કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે લાદવામાં આવેલા બંધને કારણે 25 માર્ચથી રેલવેએ નિયમિત મેલ, એક્સપ્રેસ, યાત્રી અને ઉપનગરીય સેવાઓ સ્થગિત કરી હતી.

આ પહેલા, નિયમિત ટ્રેનો માટે તમામ બુકિંગ 17 મે સુધી રોકવામાં આવ્યા હતા. દેશમાં લાગુ બંધના સમયને ત્રણ વખત વધારવામાં આવ્યો છે. ત્રીજી વાર વધારવામાં આવેલું લોકડાઉન 17 મે સુધી લાગુ રહેશે.

Last Updated : May 14, 2020, 1:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.