ETV Bharat / bharat

તમામ શ્રમિક ઘરે પહોંચે ત્યાં સુધી ટ્રેન ચલાવશે: રેલવે બોર્ડ - પરપ્રાંતીય કામદારો

રેલવે બોર્ડના સત્તાવાર આંકડામાં માહિતી આપવામાં આવી હતી કે, 1 મેથી 2570 શ્રમિક વિશેષ ટ્રેનથી 32 લાખ કામદારો તેમના વતન પહોચ્યાં છે.

તમામ શ્રમિક ઘરે પહોંચે ત્યાં સુધી ટ્રેન ચલાવશે: રેલ્વે બોર્ડના ચેરમેન

author img

By

Published : May 24, 2020, 10:48 AM IST

નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણને રોકવાના પ્રયાસોના પગલે કેન્દ્ર સરકારે 31 મે સુધી લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. જો કે, નિયમો હળવા થયા બાદ ઘણી ટ્રેનો શરૂ કરવામાં આવી છે. રેલવે સેવાઓ અંગે રેલવે બોર્ડના અધ્યક્ષે જણાવ્યું હતું કે, એક હજાર ટિકિટ બુકિંગ કાઉન્ટરો ખુલી ગયા છે. ધીરે ધીરે બધી ટિકિટ વિંડો ખુલી જશે. રેલવે એજન્ટો, પોસ્ટ ઓફિસ, સામાન્ય સેવા કેન્દ્રોને પણ ટિકિટ આપવાની મંજૂરી આપવામાં આવી છે.

શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દ્વારા થયેલા પ્રવાસની વિગતો

તેમણે કહ્યું કે, જ્યાં સુધી બધા પ્રવાસી કામદારો ઘરે પહોંચશે નહીં, ત્યાં સુધી અમે વિશેષ ટ્રેન ચાલુ રાખીશુ. 1 જૂનથી 200 ટ્રેન દરરોજ દોડશે. શ્રમિક વિશેષ ટ્રેનોની સંખ્યા હવે 200થી વધુ થઈ ગઈ છે. આજ સુધીમાં 2,600 થી વધુ શ્રમિક વિશેષ ટ્રેન દોડાવવામાં આવી છે. અત્યાર સુધીમાં લગભગ 45 લાખ લોકો પ્રવાસ કરી ચુક્યા છે. જેમાં 80 ટકા બિહાર અને યુપીના પ્રવાસી હતા. દરેક સ્ટેશન પર સામાજિક અંતરનું પાલન કરવામાં આવ્યું છે. ઘણી ટ્રેનમાં ફક્ત 30% બુકિંગ કરાવાયુ છે. કેટલીક ટ્રેનમાં 100% સીટ બુક કરાવાઈ છે.

શ્રમિક વિશેષ ટ્રેન મુખ્યત્વે રાજ્યોની વિનંતી પર ચલાવવામાં આવી રહી છે, જે લોકડાઉનને કારણે અટવાયેલા પરપ્રાંતીય કામદારોને તેમના રાજ્યમાં જવા ઇચ્છે છે. આ ટ્રેન ચલાવવા માટે રેલવે 85 ટકા ખર્ચ કરે છે, જ્યારે બાકીની રકમ રાજ્ય સરકાર આપી રહી છે.

કુલ 2,570 ટ્રેનમાંથી, 505 ટ્રેન હજી તેમના લક્ષ્યસ્થાન પર પહોંચી નથી, બાકીની 2,065 ટ્રેનએ પ્રવાસ પૂર્ણ કરી ચુક્યો છે. રેલવેના આંકડા મુજબ, ઉત્તર પ્રદેશમાં 1,246 શ્રમિક વિશેષ ટ્રેન પહોંચી ગઈ છે, ત્યારબાદ બિહારમાં 804 અને ઝારખંડમાં 124 છે. બીજી તરફ, ગુજરાતમાં 759, મહારાષ્ટ્રમાં 483 અને પંજાબમાં 291 શ્રમિક વિશેષ ટ્રેન મારફતે પરપ્રાંતીય કામદારો પોતાના વતન પહોચ્યાં છે.

નોંધપાત્ર વાત એ છે કે, કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનમાં હજારો પરપ્રાંતીય કામદારો પગપાળા, સાયકલ પર અથવા અન્ય રીતે તેમના ઘરે જવા રવાના થયા હતા. અનેક પરપ્રાંતીય કામદારો વિવિધ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. આ પછી, 1 મેથી રેલવેએ કામદારોને તેમના ગૃહ રાજ્યોમાં લઈ જવા માટે શ્રમિક વિશેષ ટ્રેનનુ સંચાલન શરૂ કર્યું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોરોના સંકટ માટે ફરીવાર ઉપયોગમાં આવી શકે, તે માટે 20 લાખ ફેસ માસ્ક બનાવવામાં આવી રહ્યા છે, જ્યારે 1.4 લાખ લિટર સેનિટાઇઝરનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

રેલવે મંત્રાલયે કહ્યું છે કે, 1 મેથી શરૂ થયેલી શ્રમિક વિશેષ ટ્રેન દ્વારા દરરોજ હજારો પ્રવાસી તેમના ઘરે જઈ રહ્યા છે. ઉપરાંત, 10 મેથી 18 મે દરમિયાન દરરોજ 100 થી વધુ ટ્રેનો દોડાવવામાં આવી હતી. જ્યારે 19 મેથી 22 મે દરમિયાન 200 થી વધુ ટ્રેનો ચલાવવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.