નવી દિલ્હીઃ મજૂરો પાસેથી ટિકિટના પૈસા લેવાના આરોપ પર ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપે કહ્યું કે, પ્રવાસી મજૂરોને ઘરે મોકલવા માટે 85 ટકા ખર્ચ રેલવે અને રાજ્ય સરકાર 15 ટકા ખર્ચની વહેંચણી કરશે.
રાહુલ ગાંધીના આરોપનો જવાબ આપતા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, 'મેં ગૃહ મંત્રાલયના દિશા-નિર્દેશો જોયા છે, જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, સ્ટેશન પર કોઇ ટિકિટ વહેંચશે નહીં. રેલવે 85 ટકા સબસીડી આપી રહ્યું છે, રાજ્ય સરકારોએ 15 ટકા સબસીડી આપવાની છે. રાજ્ય સરકારે ટિકિટોના પૈસા આપી શકે છે. મધ્ય પ્રદેશની ભારતી જનતા પાર્ટીની સરકાર આમ કરી રહી છે. તમે કોંગ્રેસ શાસિત પ્રદેશોની સરકારને પણ આમ કરવાનું જણાવો.'
આ પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, એક તરફ રેલવે મંત્રાલય પીએમ કેર ફંડમાં દાન આપી રહ્યું છે, તો બીજી તરફ મજૂરો પાસેથી ભાડા વસૂલી રહ્યું છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, એક તરફ રેલવે મંત્રાલય પીએમ કેર ફંડમાં દાન આપી રહ્યું છે, તો બીજી તરફ મજૂરો પાસેથી ભાડા વસૂલી રહ્યું છે. પીએમ કેર ફંડમાં રેલવે મંત્રાલયે 151 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.
આ ઉપરાંત કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશના વિભિન્ન ભાગોમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકોથી રેલવે દ્વારા ભાડૂ વસુલવા પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, હવે આ મજૂરોએ પરત જવા માટેના ખર્ચની રકમ પાર્ટીની પ્રદેશ એકમો કરશે.