નવી દિલ્હી: એક દિવસ પહેલા કેન્દ્ર સરકારની પ્રશંસા કર્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે લોકડાઉનનો સામનો કરી રહેલી ગરીબ પ્રજાની સમસ્યાઓનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કોઈપણ નિર્ણય અમલમાં મૂકતા પહેલા સરકારને તેના પર સારી રીતે વિચાર કરવા જણાવ્યું હતું.
રાહુલે જણાવ્યું કે, લોકડાઉનના કારણે દૈનિક વેતન મેળવનારા મજૂરો અને ગરીબ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ગરીબ અને કમજોર લોકોને બરબાદ કરી નાખશે.
તેમણે ભૂખ્યા બાળકોનો વીડિયો શેર કરતા જણાવ્યું હતું કે , "લોકડાઉનના આપણા ગરીબ અને નબળા લોકોને બરબાદ કરી નાખશે. તે આપણા દેશને ખૂબ મોટો આંચકો આપશે. ભારત બ્લેક એન્ડ વ્હાઇટ દેશ નથી. નિર્ણય બહુ જ જાણી વિચારીને લેવો જોઈએ. આ સંકટથી બચવા માટે વધારે સંવેદનલ થવાની જરુર છે. હજી પણ મોડું થયું નથી."
આ પહેલા રાહુલે કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન દરમિયાન સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજની પ્રશંસા કરી હતી.