રાહુલે અહીં વિશાળ આદિવાસી કૃષક અધિકાર સંમેલનમાં સંબોધન કરતા જણાવ્યું કે,‘મોદીએ અનિલ અંબાણીને 45 હજાર કરોડ આપ્યાં છે, પરંતુ દેશના ખેડૂતોને સાડા 3 કરોડ રૂપિયા જ આપ્યા. મોદી દેશના ખેડૂતો માટે પ્રતિદિવસના 17 રૂપિયા આપવાની યોજના લઈને આવ્યા હતાં. બજેટ દરમિયાન તેમના પ્રધાનમંડળે ટેબલ ઠપકારતા થાકતા નહોતાં. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલે,‘કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર આવશે તો મિનિમન ઈન્કમની વચન આપું છું.’
રાહુલે વધુમાં કહ્યું કે, ‘ટાટા પ્લાન્ટ દરમિયાન જમીન લેવામાં આવી હતી, પરંતુ છેલ્લા 10 વર્ષથી આ જમીન પર કોઈ કામ કરવામાં આવ્યાં નથી. તમે તમારી જમીન પરત મેળવવાની માંગ કરી હતી, ત્યારે અમે તેને પરત કરવાનું વચન આપ્યું હતું. અમે આપેલુ આ વચન પુરૂ કર્યુ છે.’
રાહુલે કહ્યું કે, દેશનું પહેલુ રાજ્ય છે કે, જ્યાં સરકારે ખેડૂતોને તેમની જમીન પરત અપાવી છે. જળ, જંગલ અને જમીન પર તમારો અધિકાર છે. તમારૂ જળ, તમારી જમીન અને જંગલો પણ તમારા જ છે. કારણ કે, જંગલમાં થનાર તમામ ઉપજો પર તમારો જ અધિકાર છે. આ સાથે જ કહ્યું કે, ટાટા માટે જમીન ખરીદવાનારને પ્રભાવિત 1707 ખેડૂતોને લગભગ 4359 એકર જમીનના દસ્તાવેજો સોંપવામાં આવ્યાં છે.
જોકે આ દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેશ ભઘેલ અને પ્રધાનમંડળના સદસ્યો પણ હાજર રહ્યા હતાં. આ બાદ રાહુલે કોણ્ડાગામમાં 105 કરોડ રૂપિયાના બનાવેલ મક્કા પ્રસંસ્કરણ કેન્દ્રનો શિલાન્યાસ પણ કર્યો હતો.