પોસ્ટરમાં લખ્યું છે કે ન્યાય "દો ન્યાય દો, મેરે પરિવાર કો ન્યાય દો" આરોપીઓને સજા આપો.પીડીત પરિવારે કહ્યું કે આ હોસ્પિટલમાં લોકોની જીંદગી બચાવવામાં નથી આવતી.
25 એપ્રિલના રોજ આયુષ્માન ભારત યોજના કાર્ટ ધારક મુસાફિરખાનને દાદરાના રહેવાસી નન્હેલાલ મિશ્રાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જેમનું 26 એપ્રિલના રોજ મૃત્યું નિપજ્યું હતું.તેમની પુત્રે હોસ્પિટલના તબીબોની બેદરકારીને લઇ આરોપ લગાવ્યો છે.
જ્યારે આ અંગેની તપાસ કરવામાં આવી ત્યારે તબીબોની બેદરકારી સામે આવી હતી. પરંતુ આ બંને તબીબો પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંજય ગાંધી હોસ્પિટલ સંચાલિત છે.આ હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી રાહુલ ગાંધી છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 10 જૂલાઇના રોજ ગૌરીગંજના નિર્મલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ટ ટેક્નોલોજીમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત થવાના છે.આ બેઠકમાં રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીની સમિક્ષા કરશે.ત્યારે આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.