નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો નવો વીડિયો જાહેર થયો છે. જેમાં રાહુલ ગાંધી ચીન વિશે વાત કરતાં જોવા મળી રહ્યાં છે. આ સાથે જ રાહુલ ગાંધીએ ચીન સાથે ચાલી રહેલા વિવાદને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ વીડિયોમાં કહ્યું કે, આ કોઈ સામાન્ય સીમા વિવાદ નથી, મારી ચિંતા એ છે કે ચીની આજે પણ આપણા વિસ્તારમાં બેઠા છે.
ચીનની રણનીતિને લઈ રાહુલ ગાંધીએ કહ્યું કે, ચીન રણનીતિ વગર કોઈ પગલું ભરતું નથી. તેના મગજમાં સંસારનો નકશો ફીટ થયેલો છે, તે પ્રમાણે તે આકાર આપી રહ્યાં છે. તે જે કરી રહ્યાં છે. રાહુલે કહ્યું કે, આ ખરેખર આ દુનિયાનું પુનર્નિર્માણ છે. તેથી જ્યારે તમે ચાઇનીઝ વિશે વિચારો છો, ત્યારે તમારે તે સમજવું પડશે કે તેઓ કયા સ્તરે વિચારે છે. હવે તમે વ્યૂહાત્મક સ્તરે જુઓ, તે તેની સ્થિતિને મજબૂત કરી રહ્યું છે, પછી ભલે તે ગલવાન, ડેમચોક અથવા પેંગોંગ લેક હોય. તેનો હેતુ સ્પષ્ટ છે-એક મજબૂત સ્થિતિમાં જવું. તે આપણા હાઈવેથી નારાજ છે. તે આપણા હાઇવેને બગાડવા માગે છે અને જો તેઓ કોઈ મોટું વિચારે છે, તો તેઓ કંઈક કરવા માગે છે.
રાહુલે કહ્યું કે, આ કોઈ સામાન્ય સીમા વિવાદ નથી. આ એક આયોજિત સરહદ વિવાદ છે. ભારતીય વડાપ્રધાન પર દબાણ લાવવા માટેે વિચારી રહ્યા છે. આ માટે તે જે કરી રહ્યાં છે, તે છે તેમની છબી પર હુમલો કરવો. તે જાણે છે કે નરેન્દ્ર મોદી માટે એક અસરકારક રાજકારણી રહેવું એ તેમની મજબૂરી છે, રાજકારણી તરીકે રહેવા માટે. તેઓ ખાસ કરીને મોદીને કહી રહ્યાં છે કે, જો તમે તે નહીં કરો તો ચીન ઈચ્છે છે કે તે પીએમની મજબૂત નેતાની છબીને નુકસાન પહોંચાડશે.
રાહુલે કહ્યું કે, હવે સવાલ એ છે કે નરેન્દ્ર મોદી આ અંગે શું પ્રતિક્રિયા આપશે. શું તેઓ તેનો સામનો કરશે. શું તેઓ ચીનના પડકારનો સ્વીકાર કરશે અને કહેશે કે ના, હું ભારતનો વડાપ્રધાન છું, હું તમારો સામનો કરીશ. મને મારી છબીની ચિંતા નથી. કે પછી તેઓ તેમની સામે હથિયાર હેઠા મૂકી દેશે. મારી ચિંતા એ છે કે વડાપ્રધાન હાલ દબાણમાં છે. ચીન આપણા વિસ્તારમાં બેઠું છે અને મોદી ખુલ્લેઆમ કહી રહ્યાં છે કે તેઓ બેઠા નથી. તેનાથી મને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે તેમને પોતાની છબીની ચિંતા છે અને તેમનુ ધ્યાન તેને બચાવવા પર છે. જો તેઓ ચીનને સમજવાની તક આપે છે કે મોદી છબીને લઈને ચિંતિત છે તો તેમને ઘેરવામાં આવી શકે છે. જો આવું થાય છે તો ભારતીય વડાપ્રધાન કોઈ કામના રહેશે નહીં.