જયપુર: કોંગ્રેસ પક્ષના ભૂતપુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે રાજધાની જયપુરના પ્રવાસે હતાં. તે સમયે રાહુલ ગાંધીએ યુવા રેલીને 24 મિનિટ સુધી સંબોધન કર્યુ હતું. રાહુલ ગાંધી યુવા રેલીને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર જ નિશાન સાધ્યુ હતું. પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 18 વખત નામ લીધુુ હતું. આ સાથે 6 વખત બેરોજગારી પર પણ બોલ્યા હતા, પરંતુ સૌથી વધુ 29 વખત તેઓએ યુવા શબ્દનો ઉપયોગ કર્યો હતો.
આ રીતે રાહુલ ગાંધીએ પોતાના પુરા ભાષણમાં ત્રણ વખત GDP અને GST શબ્દનો પણ પ્રયોગ કર્યો હતો, પરંતુ જેવી રીતે CAA અને NRCને લઇને કોંગ્રેસ પ્રદર્શન કરી રહ્યું છે. તેને જોતા રાહુલ ગાંધીએ પોતાના સંબોધન દરમિયાન તેનો ઉલ્લેખ માત્ર એકવાર જ કર્યો હતો. જ્યારે લોકોને આશા હતી કે રાહલુ ગાંધીની આ રેલી બેરોજગારીની સાથે NRC અને CAAને લઇને હશે.