ETV Bharat / bharat

નરેન્દ્ર મોદીને ઈકોનોમિક્સનું જ્ઞાન નથી, વિશ્વ આખું ભારત પર હસે છે: રાહુલ ગાંધી

નવી દિલ્હી: ચૂંટણી માટે રેલી કરવા મહેન્દ્રગઢ પહોંચેલા રાહુલ ગાંધીએ ભાજપને આડે હાથ લીધુ. એમણે કહ્યું કે, જો અમે લોકસભા ચૂંટણી જીત્યા હોત તો, આજે ન્યાય યોજના લાગૂ કરી દીધી હોત અને દેશમાં બેરોજગારી નાબુદ થઇ જાત.

રાહુલની રેલી
author img

By

Published : Oct 19, 2019, 9:09 AM IST

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. છેલ્લા દિવસોમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની રેલી રદ્દ કરવામાં આવી હતી, ત્યારબાદ રાહુલ ગાંધી મહેન્દ્રગઢ પહોંચ્યા હતાં. તે દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપને આડે હાથ લીધું. રાહુલ ગાંધી પોતાના ભાષણના શરૂઆતથી આક્રમક જોવા મળ્યા હતાં.

40 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી આજે છે
રાહુલ ગાંધીએ કહ્યું કે, 40 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી આજે છે. તેમણે કહ્યું કે, આ કોઈ એક પ્રદેશ પૂરતું સિમીત નથી, સમગ્ર દેશમાં આ જ પરિસ્થિતિ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આજે યુવાઓ પાસે રોજગારી નથી. નાના બિઝનેસ અને મિડલ બિઝનેસ વાળા પાસે જાઓ, તો આપને કહેશે કે નોટબંધી અને ગબ્બર સિંહ ટેક્સે તેમને બર્બાદ કરીં નાખ્યા છે.

મીડિયા દબાવમાં કામ કરીં રહ્યું છે- રાહુલ ગાંધી
કાશ્મીરથી લઇને કન્યાકુમારી અને બંગાળથી ગુજરાત સુધી સ્થિતી ખરાબ છે. મંદીના સમયે પણ મીડિયા દબાવમાં આવીને દિવસ દરમિયાન નરેન્દ્ર મોદીજીનું ભાષણ બતાવે છે. મીડિયામાં ક્યારેય જોવા નથી મળ્યું કે, દેશમાં ભયંકર બેરોજગારી છે. મિડિયામાં જોવા નથી મળતું કે આજે ખેડૂતો આત્મહત્યા કરે છે.

નોકરી અંગે મીડિયા સાચું નથી દેખાડતું
રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે દેશમાં મીડિયા સરકાર વિરૂદ્ધ બોલી પણ શકતું નથી અને લખી પણ શકતું નથી. તેમણે કહ્યું કે, તેની પાછળ પણ કારણ છે. મેં પૂછ્યું કે તમે સત્ય કેમ નથી બોલતા તો જવાબ મળ્યો કે, અમારી નોકરી છીનવાય જશે. મીડિયાને તમામ વસ્તુ દેખાય છે. પરંતુ, કહી નથી શકતું.

મોદીએ અંબાણી-અદાણીનું દેવું માફ કર્યું
ખેડૂતોને લઇને રાહુલ ગાંધીએ કહ્યું, કોંગ્રેસ પાર્ટીએ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, કર્ણાટક અને પંજાબમાં દેવું માફ કર્યું. રાહુલે કહ્યું ગત પાંચ વર્ષોંમાં નરેન્દ્ર મોદીએ ભારતના સૌથી અમિર લોકોના પાંચ લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું છે. જેમાં રાહુલ ગાંધીએ ઉદાહરણ તરીકે અંબાણી અને અદાણીનું નામ લીધું હતું.

નરેન્દ્ર મોદીને ઈકોનોંમિક્સનું જ્ઞન નથી
નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં કહ્યું હતું કે, મનરેગા સૌથી ખરાબ યોજના છે. રાહુલ ગાંધીએ તેના પર નિશાન સાધીને કહ્યું કે, નરેન્દ્ર મોદીને ઈકોનોમિક્સ અંગે જ્ઞાન નથી. 2004-2014 વચ્ચે યૂપીએ સરકારે ભારતની અર્થવ્યવસ્થાને પ્રથમ નંબરે પહોંચાડી દીધી હતી.

આજે સમગ્ર દુનિયા ભારત પર હસે છે
અમેરિકાના રાષ્ટ્રપતિ કહેતા હતા અમેરિકા અને ચીન સાથે ભારતની પ્રતિયોગીતા છે. પરંતુ, આજે દુનિયામાં ભારતનો મજાક ઉડાવાય છે. તેમણે કહ્યું કે, જો ભારતની અર્થવ્યવસ્થાને પાટા પર લઇ આવવી હોય, તો ગરીબના ખીસ્સામાં રૂપિયા નાખવા પડશે અને તે ન્યાય યોજનાથી થશે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/city/delhi/rahul-gandhi-on-narendra-modi-in-mahendragarh-rally-for-haryana-assembly-election-2019/dl20191018234832667

नरेंद्र मोदी को नहीं है इकोनॉमिक्स की समझ, विश्व में उड़ रहा है भारत का मजाक - राहुल गांधी

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.