રાહુલ ગાંધીએ વિદ્યાર્થી સાથે સહજ વાતચીતમાં રાફેલ મુદ્દા પર વાત કરી હતી. રાહુલે કહ્યું કે, PMનું નામ સરકારી દસ્તાવેજોમાં મોજૂદ છે. જે મુજબ આ સાબિત થાય છે કે, મોદી સીધી રીતે રાફેલ કરાર માટે જવાબદાર છે. રાહુલે મોદી પર પ્રહાર કરતા વિદ્યાર્થીઓને પ્રશ્ન કર્યો કે, શું ક્યારેય વડાપ્રધાન મોદી આટલી મોટી ભીડમાં ઊભા રહીને લોકોના પ્રશ્નોના જવાબ આપી શકે ખરા?
પોતાની વાતચીત દરમિયાન રાહુલે એવું પણ કહ્યું કે, જો કોંગ્રેસ સત્તામાં આવે છે, તો પાર્ટી મહિલા અનામત બીલ પસાર કરશે. તમે મહિલાઓને ત્યાં સુધી સત્તામાં ન જોઈ શકો, જ્યાં સુધી તેમના પ્રત્યે તમારા વલણમાં ફેરફાર ન આવે. મહિલાઓને સત્તામાં જોવા માટે આપણે મહિલા તરફીનું વલણ બદલવું પડશે.