હું બોલુ તે ભાજપને પસંદ નથી. અમને સંસદમાં બોલવાની પરવાનગી નથી. આ અંગે ફૂટેજ જોવો, કોંગ્રેસ સાંસદ મણિકમ ટૈગોરે કોઈની પર હુમલો નથી કર્યો. પરંતુ મણિકમ ટૈગોર પર હુમલો કરાયો છે. શુક્રવારે લોકસભામાં હોબાળા બાદ ગૃહની કાર્યવાી સ્થગિત કરી દેવાઈ. આ બાદ સંસદના પરિસરમાં રાહુલ ગાંધીએ પત્રકારો સાથે વાત કરી.
આ સમગ્ર ઘટનામાં PM મોદીને ડંડા મારવા અંગેના રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરવાનો પ્રસ્તાવ સંસદમાં મૂકતા કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન માનિક ટાગોરના હર્ષવર્ધન તરફ દોડવાના કૃત્યનો રાહુલ ગાંધીએ બચાવ કર્યો છે. આપણા સંસદ પર હુમલો કરાયો છે.
લોકસભામાં શુક્રવારે બજેટ સત્ર શરૂ થયાની થોડીવારમાં જ હોબાળો શરૂ થઈ ગયો હતો. લોકસભામાં રાહુલ ગાંધીએ વાયનાડ વિશે સવાલ પૂછ્યા હતા. ત્યારપછી જવાબ આપવા માટે ઉભા થયેલા સ્વાસ્થય પ્રધાન ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે- રાહુલ ગાંધીના સવાલનો જવાબ આપવામાં આવે તે પહેલાં તેમણે કોઈ પણ શરત વગર ગૃહની માફી માંગવી જોઈએ. તેમણે કહ્યું કે, સમગ્ર ગૃહે એક સ્વરમાં વડાપ્રધાન વિરુદ્ધ તેમણે વાપરેલા શબ્દોની નિંદા કરવી જોઈએ.
આ બાબતે ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ઝઘડો થયો હતો. નોંધનીય છે કે, સંસદમાં 1 ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરૂ થયું છે અને તે 11 ફેબ્રુઆરીએ પુરૂ થશે. ત્યારપછીનું સત્ર 2 માર્ચથી શરૂ થશે અને 3 એપ્રિલ સુધી ચાલશે.