ગત વર્ષે 13 ડિસેમ્બર, 2018એ સુપ્રીમ કોર્ટે રાફેલ વિમાન ડીલ અંગે ચુકાદા આપ્યો હતો કે, આ ડીલમાં કોઈપણ પ્રકારની ગડબડી થઈ નથી, પંરતુ ત્યારે અમુક લોકોએ સવાલ ઉઠાવ્યાં હતા કે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટની સામે યોગ્ય દસ્તાવેજ રજૂ કર્યા નથી. જેથી ચુકાદા પર પુનઃર્વિચાર થવો જોઈએ.
આ ચુદાકો આવ્યા બાદ તરત જ કેન્દ્ર સરકારે સંશોધન અરજી દાખલ કરી હતી. જે બાદ પ્રશાંત ભૂષણે અરજી દાખલ કરવાની માંગ કરી કે, સરકારે આપેલી નોટમાં કોર્ટને ગુમરાહ કરનાર અધિકાર સામે કાર્યવાહી કરવામાં આવે. 26 ફેબ્રુઆરી સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, રાફેલ મામલાને લઈને પોતાના નિર્ણય પર કોર્ટમાં ફરી વિચાર થશે.
નોંધનીય છે કે, વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે, BJPના બાગી નેતા યશવંત સિન્હા, અરૂણ શૌરી, AAPના સાંસદ સંજય સિંહ અને વકીલ એમ.એલ.શર્માએ પુનઃર્વિચાર અરજીમાં કોર્ટેને રાફેલ ચુકાદાની સમીક્ષા કરવા માટે અપીલ કરી હતી. આ અપીલમાં કહેવામાં આવ્યું હતું કે, સરકારે રાફેલ યુદ્ધ વિમાનોની ખરીદ માટે નિર્ણય લેવાની પ્રકિયાનું પાલન કર્યું નથી. મોદી સરકારે 3 P એટલે, Price, Procedure, Partnerની પંસદગીમાં ગેરસમજ બનાવી રાખી અને અનુચિત લાભ લીધો છે.
કેન્દ્ર સરકારે અપીલમાં કહ્યું હતું કે, પોતાના ચુકાદામાં તે ટિપ્પણીમાં સુધારો કરે. જેમાં CAG રિપોટ્સ સંસદની સામે રાખ્યો છે. જેનો ઉલ્લેખ છે. કેન્દ્રનું કહેવું છે કે, કોર્ટમાં સરકારી નોટની ખોટી વ્યાખ્યા થઈ છે. પ્રશાંત ભૂષણની એક અરજીમાં સરકાર દ્વારા રજૂ કરાયેલી નોટમાં કોર્ટને ગુમરાહ કરનાર અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઈએ અવી વાત છે. જેમાં લખવામાં આવ્યું હતું કે, CAGએ રાફેલ પર સંસદને પોતાનો એક રિપોર્ટ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાફેલ પર PM મોદી પર સતત પ્રહાર કરતા રહ્યા છે. રાહુલ ગાંધીએ આ મુદ્દે પર ઘણીવાર PC કરીને PM મોદીએ અનિલ અંબાણીને ફાયદો કરવવા માટે રાફેલ ડીલમાં ગડબડી કરી છે. એવું જણાવ્યું છે.