ETV Bharat / bharat

ઘાસચારા કૌભાંડ: પહેલીવાર રાબડી દેવી લાલુને મળવા રાંચી પહોંચ્યાં - ભૂતપુર્વ મુખ્યપ્રધાન

ઘાસચારા કૌભાંડ મામલે દોષિત લાલુ યાદવને મળવા સૌપ્રથનવાર પત્ની રાબડી દેવી રાંચી એયરપોર્ટ ખાતે પહોંચ્યાં છે. જ્યાં તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા લાલુ યાદવની સૌપ્રથમ વાર મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે, ઘાસચારા કૌભાંડ મામલે બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન લાલુ યાદવ જેલમાં સજા કાપી રહ્યાં છે.

ઘાસચારા કૌભાંડ: લાલુ પ્રસાદને મળવા પ્રથમ વાર રાબડી દેવી પહોંચ્યાં રાચી

author img

By

Published : Jan 27, 2020, 1:09 PM IST

Updated : Jan 27, 2020, 11:47 PM IST

રાંચી: ઘાસચારા કૌભાંડ મામલે દોષિત લાલુ યાદવને મળવા તેની પત્ની રાબડી દેવી સૌપ્રથમવાર રાંચી ખાતે પહોંચ્યાં છે. જ્યાં એયરપોર્ટથી સીધા તે હોટેલ રેડિશન બ્લૂ ખાતે પહોંચ્યાં હતાં, ત્યારબાદ તે હોસ્પિટલ રિમ્સ ખાતે જશે, જ્યાં તેઓ લાલુ યાદવ સાથે મુલાકાત કરશે. આ પ્રથમવાર છે જ્યારે ઘાસચારા મામલે જેલમાં બંધ હોવા છતા રાબડી દેવી રાંચી ખાતે લાલુ યાદવને મળવા પહોંચ્યાં છે.

રાબડી દેવી સવારે 11 કલાકે બિરસા મુંડા એયરપોર્ટ ખાતે પહોંચ્યાં હતાં, જ્યાં RJD અધ્યક્ષ સહીત કાર્યકર્તાઓએ રાબડી દેવીનું સ્વાગત કર્યુ હતું. લાલુ યાદવ રાંચીના રિમ્સ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જ્યાં રાબડી દેવી મુલાકાત કરશે.

મુલાકાત બાદ પટના પરત ફરશે રાબડી દેવી

તમને જણાવી દઇએ કે, રાબડી દેવીએ હાલમાં જ આંખનું ઓપરેશન કરાવ્યું હતું, ત્યારથી તે દિલ્હીમાં છે. રાંચીમાં લાલુ યાદવની મુલાકાત કર્યા બાદ રાબડી દેવી પટના ખાતે પરત ફરશે. લાલુ યાદવને મળવા હર હંમેશ તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ સહિતના પરિજનો જતા હોય છે, ત્યારે રાબડી દેવી પતિ લાલુ યાદવને મળવા પ્રથમ વાર જઇ રહ્યાં છે. તે સાથે તેની પુત્રી પણ લાલુ યાદવની મુલાકાત કરશે.

Intro:Body:Conclusion:
Last Updated : Jan 27, 2020, 11:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.