રાજ્યપાલની ભૂમિકાના પરિપ્રેક્ષ્યમાં, પ્રભાવિત પક્ષ વારંવાર કોર્ટમાં જાય છે અને ત્યાંથી તેમને નવી દિશા મળી રહી છે. ચાલો આવા કેટલાક કેસો પર એક નજર કરીએ જ્યાં પ્રભાવિત પક્ષો રાજ્યપાલની ભૂમિકા અંગે અદાલતના શરણે ગયા છે.
આંધ્રપ્રદેશ
1983 માં, આંધ્રપ્રદેશમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટને વચ્ચે આવવાની ફરજ પડી હતી. જ્યારે રાજ્યપાલ ઠાકુર રામ લાલે બહુમતી મેળવેલી એન.ટી. રામારાવની સરકારને બરખાસ્ત કરી હતી. રામારાવ હાર્ટ સર્જરી માટે અમેરિકા ગયા હતા. રાજ્યપાલે સરકારના નાણાપ્રધાન એન. ભાસ્કર રાવને મુખ્યપ્રધાન તરીકે નિમણૂક કર્યા હતા.
અમેરિકાથી પરત ફર્યા બાદ એન.ટી. રામારાવે રાજ્યપાલ સામે આંદોલન કર્યું. આ પછી, કેન્દ્ર સરકારને શંકર દયાલ શર્માને રાજ્યપાલ બનાવવાની ફરજ પડી હતી. સત્તા સંભાળ્યા પછી, નવા રાજ્યપાલે ફરીથી આંધ્રપ્રદેશની સત્તા એન.ટી. રામા રાવને સોંપી દીધી હતી.
કર્ણાટક
કર્ણાટકમાં 1988માં જનતા પાર્ટીની સરકાર બની હતી અને રામકૃષ્ણ હેગડે મુખ્યપ્રધાન બન્યા હતા, પરંતુ ટેલિફોન ટેપીંગના કેસમાં નામ આવ્યા બાદ હેગડેને રાજીનામું આપવું પડ્યું હતું અને ત્યારબાદ એસ આર બોમ્મઇ રાજ્યના મુખ્યપ્રધાન બન્યા હતા.
પરંતુ કર્ણાટકના તત્કાલીન રાજ્યપાલ પી વેંકટસુબૈયાએ બોમ્મઇની સરકારને બરખાસ્ત કરી દીધી હતી. રાજ્યપાલે જણાવ્યું કે સરકાર વિધાનસભામાં બહુમત લેવામાં નિષ્ફળ ગઇ છે. રાજ્યપાલના આ નિર્ણયથી સિપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. નિર્ણય બોમ્મઇની તરફેણમાં આવ્યો અને તેણે ફરીથી ત્યાં સરકાર બનાવી.
ઉત્તરપ્રદેશ
1998 માં, ઉત્તર પ્રદેશમાં કલ્યાણ સિંહની અધ્યક્ષતાવાળી સરકાર હતી. 21 ફેબ્રુઆરીએ રાજ્યપાલ રોમેશ ભંડારીએ સરકારને બરતરફ કરી દીધી હતી અને જગદંબિકા પાલે મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા. કલ્યાણસિંહે આ નિર્ણયને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે રાજ્યપાલના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો હતો અને જગદંબિકા પાલને મુખ્યપ્રધાન પદથી રાજીનામું આપવું પડ્યું હતું અને કલ્યાણસિંહ ફરીથી મુખ્યપ્રધાન બન્યા હતા.
બિહાર
એવી જ રીતે 2005 માં બુટા સિંહ બિહારના રાજ્યપાલ હતા. તેમણે 22 મે 2005 ના મધ્યરાત્રિએ બિહારની વિધાનસભા ભંગ કરી હતી. તે વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સરકાર બનાવવા માટે મેહનત કરી રહી હતી. તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી.
ત્યારબાદ બુટા સિંહે એમ કહીને વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય કર્યો કે રાજ્યમાં લોકશાહીની સુરક્ષા થાય અને ધારાસભ્યોના વેપાર બંધ થાય. સુપ્રીમ કોર્ટમાં આ સામે એક અરજી કરવામાં આવી હતી, જેના આધારે કોર્ટે બુટા સિંહના નિર્ણયને ગેરબંધારણીય જાહેર કર્યો હતો.
અરુણાચલ પ્રદેશ
અરૂણાચલ પ્રદેશમાં 9 ડિસેમ્બર, 2016 ના રોજ, કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોનું એક જૂથ રાજ્યપાલ જેપી રાજખોવાને સ્પીકરની સામે મહાભિયોગ ચલાવવા માટે મળવા ગયું હતું. તેનો કોંગ્રેસે રાજ્યસભામાં વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ મોદી સરકારે રાષ્ટ્રપતિ શાસન લગાવી દીધુ હતુ. બાદમાં, સુપ્રીમ કોર્ટના દખલથી રાષ્ટ્રપતિ શાસન હટાવવામાં આવ્યું હતું અને કોર્ટે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોની અરજી નામંજૂર કરી હતી.
ઉત્તરાખંડ
માર્ચ 2016 માં, કોંગ્રેસના 9 ધારાસભ્યોએ ભાજપના 26 ધારાસભ્યો સહિત ઉત્તરાખંડમાં હરીશ રાવતની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ બળવો કર્યો હતો, જેને બાદમાં ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આ પછી રાજ્યપાલ કે.કે. પોલે પીએમ મોદીને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા કહ્યું હતું, પરંતુ ઉત્તરાખંડ હાઈકોર્ટના ન્યાયાધીશ એમ. જોસેફે રાષ્ટ્રપતિ શાસનને નકારી કાઢ્યું અને રાવતે બહુમતી સાબિત કરી.
કર્ણાટક
સપ્ટેમ્બર 2010 માં બી.એસ. યેદિયુરપ્પા સરકારના 16 બળવાખોર ધારાસભ્યોને સ્પીકર કે.જી. બોપિહાને ફ્લોર ટેસ્ટ માટે બોલાવ્યા અને બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ યેદિયુરપ્પાએ વૉઇસ વોટ દ્વારા બહુમતી મેળવી તે પછી સુપ્રીમ કોર્ટે સ્પીકરની નિંદા કરી હતી.
ઝારખંડ
ઝારખંડમાં એનડીએના સમર્થનમાં 41 ધારાસભ્યોના સમર્થન હોવા છતાં રાજ્યપાલ સૈયદ સિબ્તે રઝીએ ઝારખંડ મુક્તિ મોરચાની સ્થાપના કરનારા શિબુ સોરેનને નવા મુખ્યપ્રધાન તરીકે નિયુક્ત કર્યા. આ કેસ સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો, જેણે ફ્લોર ટેસ્ટના આદેશ આપ્યા હતા. સોરેન ગૃહમાં પોતાનું બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા અને ભાજપના અર્જુન મુંડાએ શપથ લીધા.
મહારાષ્ટ્ર
23 નવેમ્બર 2019 ના રોજ, મહારાષ્ટ્રના રાજ્યપાલે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. આ પછી, દેવેન્દ્ર અને અજિત પવારે સીએમ અને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. વિપક્ષોએ આ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.