પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, 'ભારતમાં બ્રિટિશ શાસનની સૌથી ભયંકર સંસ્મરણોમાંની એક 13 એપ્રિલ, 1919ના રોજ અમૃતસરના જલિયાવાલા બાગમાં નિર્દોષ પ્રદર્શનકારીઓની હત્યાઓ થઈ એ છે. દમનકારી રોલેટ એક્ટની વિરુદ્ધ શાંતિપૂર્ણ સ્થાનિક પ્રદર્શનકારીઓ સામે શર્મનાક લશ્કરી કાર્યવાહી કરવામાં આવી, જેને સમગ્ર વિશ્વભરમાં વખોડી કાઢવામાં આવી હતી.'
પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, "જો કે યોગ્ય સ્વીકૃતિ ફક્ત બ્રિટીશ સરકાર દ્વારા ઔપચારિક માફી જ હોઈ શકે છે, કારણ કે અમે આ મહાન દુર્ઘટનાની શતાબ્દી ઉજવવા જઈ રહ્યા છીએ." પ્રસ્તાવમાં કહ્યું છે કે, "જલીયાંવાલા બાગ બનાવમાં જે નિર્દોષ લોકોની હત્યા થઈ હતી. તે બાબતે બ્રિટિશ સરકાર માફી માંગે અને આ બાબતને લઈને બ્રિટિશ સરકાર પર દબાણ કરવામાં આવશે. વિરોધ પક્ષો, શિઅદ-ભાજપ અને લોક ઈન્સાફ પાર્ટીએ આ દરખાસ્તને ટેકો આપ્યો હતો.
મહત્વનું છે કે, જનરલ ડાયરના નેતૃત્વમાં બ્રિટિશ ભારત સેનાની ટુકડીએ 13 એપ્રિલ, 1919ના રોજ શાંતિપૂર્ણ પ્રદર્શન માટે જલિયાવાલા બાગમાં એકત્ર થયેલા નાગરિકો પર ગોળીબાર કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા.